Gujarat Hill Station: ગુજરાતમાં છે એકથી એક ચડિયાતા હિલસ્ટેશન, આ વખતે અહી ફરવાનો પ્લાન બનાવજો

अपने दोस्तों के साथ शेयर करें

Gujarat Hill Station: ગુજરાતના હિલસ્ટેશન: ગુજરાતી પ્રજા ફરવાની અને ખાવાની શોખીન છે. આ માટે હાલમાં બાળકોની પરીક્ષા પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં વેકેશન પડશે. વેકેશનમાં લોકો ફરવા નીકળી પડે છે. આ માટે ઉનાળા વેકેશન દરમિયાન ગરમીથી બચવા લોકો નદી, ઝરણા, જંગલ, વોટરપાર્ક પર્વતોની શેર તેમજ હિલસ્ટેશનો પર ફરવા નીકળી પડે છે. જેમાં લોકો બીજા રાજયમાં હિલસ્ટેશનને માણવા માટે જાય છે. પરંતુ શું તમે Gujarat Hill Station વિશેની માહિતી ખબર છે જેમાં એકથી એક હિલ સ્ટેશન ચડિયાતા છે. અને જેના વિશે જાણશો તો આજે જ ત્યાં ફરવાનો પ્લાન બનાવશો.

Gujarat Hill Station

જો તમને ફરવાનો શોખ હોય અને આ ઉનાળા વેકેશન દરમિયાન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ અને હિલસ્ટેશનની મજા માણવી ગમતી હોય તો ટમેન આબુ, નૈનીતાલ, ઊંટિ જેવા હિલ સ્ટેશનોની યાદ આવતી હશે. પણ આપના ગુજરાતમાં પણ ઘણા આવા ડુંગરાળ સ્થળોથી ભરપૂર છે. જે હિલ સ્ટેશનની મજા આપે છે.

આ પણ વાંચો: એપ્રિલમાં ફરવાલાયક સ્થળો: એપ્રિલમાં ફરવાલાયક Best 8 જન્નત જેવી જગ્યાઓ, જ્યાં દેશવિદેશથી આવે છે લોકો

ગુજરાતના હિલસ્ટેશન

આજે આપણે એવા ગુજરાતના હિલસ્ટેશન વિશેની માહિતી મેળવીશું જે આ વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે.

1. સાપુતારા હિલ સ્ટેશન

સાપુતારા હિલસ્ટેશન એ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. જે મહારાષ્ટ્રની સરહદ પર સહયાદ્રિ પર્વતમાળા વચ્ચે અંદાજિત 1000 મીટર ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તાર ડુંગરાળ છે. ઉનાળામાં અહીનું તાપમાન અંદાજિત 30 ડિગ્રીથી ઓછું રહે છે. અહીના આદિવાસીનું પરંપરાગત નૃત્ય ખૂબ જાણીતું છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીરમે વનવાસ દરમિયાન સપૂતરામાં થોડો સમય વિયતવ્યો હતો. તે સમયે શબરી સાથે મુલાકાત થઈ હતી. અને શબરીએ તેમણે બોર ખવડાવ્યા હતા.

સાપુતારાની વાત કરીએ તો આમ તો દરેક ઋતુમાં તેમની મજા અલગ જ હોય છે. પરંતુ ચોમાસામાં અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એવું લાગે છે. અહી ફરવાની સાથે તેમનું એઐતિહાસિક મહત્વ પણ ઘણું છે. ભગવાન શિવજી, સીતાજી, હનુમાનજીની દંતકથાઑ આ સ્થળે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉતમ ગણાય છે. આની વિશેષતા જોતાં અહી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.

આ પણ વાંચો: Portable Mini AC Cooler: ફક્ત 1500 રૂપિયામાં પોર્ટેબલ મિનિ AC, ઠંડક સાથે અન્ય ફીચર્સ પણ ગજબના

2. ડોન હિલ સ્ટેશન

જો ફરવાના શોખીન છો તો ડોન હિલ સ્ટેશન વિશે વિચારજો, આ એટલા માટે કે ઉતર ગુજરાતના લોકો માઉન્ટ આબુ ફરવા માટે જાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો સાપુતારા જાય છે. જો સાપુતારા ન જવું હોય તો આ હિલ સ્ટેશન બેસ્ટ ઓપ્શન છે. ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહી આદિવાસીની વસ્તી વધારે છે. એટ્લે તેમના વિશેની જાણકારી મેળવી શકો છો. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમીના અંતરે આવેલું છે. તેમજ ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી છે. સપૂયતરની જેમ આ હિલસ્ટેશન 1070 મીટરની ઊંચાઈએ આવેલું છે.

3. ગિરનાર હિલ સ્ટેશન

ગિરનાર પર્વતની શ્રુંખલા એ હિન્દુ અને જૈન ધર્મની મહત્વ પૂર્ણ તીર્થ સ્થળોમાંનું એક છે. અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. જે જૂનાગઢ શહેરથી 5 કિમીના અંતરે ઉતરે આવેલો પર્વતોનો સમૂહ છે. જયા સિધ્ધ ચોરસીના બેસણા છે. આમાં પાંચ શિખર છે જેમાં ગોરખ શિખર, અંબાજી શિખર, ગૌમુખી શિખર, જૈન મંદિર શિખર અને માળી પરબ છે. ગિરનારના 5 પર્વતો પર કુલ 866 મંદિરો છે. હિન્દુ ધર્મ ઉપરાંત, જૈન ધર્મના લોકો માટેનું પણ તીર્થ સ્થળ છે.

4. વિલ્સન હિલ સ્ટેશન

વિલ્સનએ ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જ્યાંથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એક વખત આ પહાડીની મુલાકાત લેશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહીં થાય. આ ગુજરાતનું પ્રખ્યાત હિલસ્ટેશન છે. પણ તે વધુ વિકાસ થયું નથી. અને અહી ચોમાસામાં તો સુંદરતા માણવાની મજા જ કઈક અલગ છે. વિલ્સન હિલ વલસાડના ધરમપુરમાં આવેલું છે.અને જંગલોથી ઘેરાયેલું છે. અને પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલું છે. જો તમારે અહી જવું હોય તો વધુ માહિતી મેળવવી.

આ પણ વાંચો: છાસ પીવાના ફાયદા: ઉનાળાની ઋતુમાં છાસ પીવાથી થાય છે અઢળક ફાયદા, પાચનને લગતી સમસ્યામાથી મળે છે છુટકારો

5. પાવાગઢ હિલ સ્ટેશન

ગુજરાતના હિલસ્ટેશન માં પાવાગઢ એ સુરતથી માત્ર 200 કિમીના અંતરે અને પંચમહાલ જિલ્લામાં આવેલું એક સુંદર પહાડી સ્થળ છે. પાવાગઢની પહાડી પરથી પડતાં ઝરણાની શૃંખલા તેને સૌથી નયનરમ્ય અને અદ્ભુત સ્થળ બનાવે છે. પાવાગઢ હિલ સાહસ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. અહી કાલિકા માતા મંદિર, પાવાગઢ કિલ્લો વગેરે જેવા સ્થળો આવેલા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

अपने दोस्तों के साथ शेयर करें