Home Loan Interest: હોમ લોન વ્યાજદર: દરેક લોકોને પોતાનું ઘર હોય તેવું સપનું હોય છે અને નવું ઘર બનાવવાનું પણ સપનું હોય છે. આ માટે લોકો બેન્કો પાસેથી વ્યાજે લોન લઈને પોતાની ઈચ્છા અનુસાર ઘર બનાવે છે. અને તેને પોતાની ઈચ્છા અને મરજી મુજબ તેને ડેકોરેટ કરે છે. ત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. તેના માટે લોકો વ્યાજે લોન લેતા હોય છે પણ ઘણી બેન્કો એવી છે જે લોન તો આપે છે પરંતુ તેનો વ્યાજદર વધુ હોય છે જેથી લોકોને લોન ભરવી મુશ્કેલ પડતી હોય છે. આ માટે આજે અમે તમને સૌથી ઓછો વ્યાજદર લેતી બેન્કો કે જે Home Loan Interest ઓછું લે છે તેની માહિતી આપીશું.
Table of Contents
Home Loan Interest
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ સ્ટેબલ રાખીને લોન લેનારાઓને ઝટકો આપ્યો છે. 5 એપ્રિલે તેની નીતિ સમીક્ષામાં સતત સાતમી વખત વ્યાજદરોને સ્થિર રાખ્યા છે. આ માટે મોટાભાગની બેંકોમાં હોમલોન ના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ પણ વાંચો: Surya Ghar Yojna Loan: 300 યુનિટ મફત વીજળીનો લાભ લેવા SBI આપશે લોન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
હોમ લોન વ્યાજદર
દરેક લોકોને પોતાનું ઘર બને તેવું સપનું હોય છે. તેને પૂરું કરવા રોકડેથી ખરીદી કરવી મુશ્કેલ છે. પરંતુ આ સપનું પૂરું કરવા બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. જેનાથી લોકો લોન લઈને સપનું પૂરું કરી શકે છે. હોમ લોન એ લાંબાગાળાની લોન છે. હોમ લોન સામાન્ય રીતે 15 થી 20 વર્ષ ચાલે છે. જેના લીધે લોકોને વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. અને જો વ્યાજ દર ઓછો હોય તો હોમ લોન માં મોટી બચત થાય છે.
અમે તમને એવી 8 બેન્કો વિશેની માહિતી આપવાના છીએ કે આ હોમ લોન વ્યાજદર ઓછો છે. જો તમે ટોચની 5 બેન્કો, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, SBI, HDFC, ICICI બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતા વર્તમાન હોમ લોનના વ્યાજદરો પર નજર નાખો તો તમે જોશો કે 8.4% થી 10.90% સુધીની છે. તમે આ બેન્કો પાસેથી હોમ લોન લઈને મોટી બચત કરી શકો છો. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
1. બેન્ક ઓફ બરોડા (BOB)
બેન્ક ઓફ બરોડા દ્વારા 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે હોમલોન પર વ્યાજ દર 8.04% પ્રતિ વર્ષથી શરૂ થાય છે. જે 10.90% સુધીનો છે.
આ પણ વાંચો: 7th Pay Commission: સરકારી કર્મચારીને જાણો ક્યાં મહિનાથી શરૂ થશે 0 DA કેલ્ક્યુલેશન
2. પંજાબ નેશનલ બેન્ક (PNB)
પંજાબ નેશનલ બેન્ક પણ હોમ લોન આપી રહી છે. તેનો વ્યાજદર જોઈએ તો 8.4 % થી શરૂ થાય છે અને 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે વાર્ષિક 10.25% સુધી જાય છે.
3. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા હાલના 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે 8.50% થી પ્રતિ વર્ષ શરૂ કરીને 9.85 ટકા સુધી હોમ લોનના વ્યાજ દરો ઓફર કરે છે.
4. એચડીએફસી બેન્ક (HDFC)
HDFC દ્વારા હોમ લોન 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે હોમલોન પર વાર્ષિક વ્યાજ દર 8.7% થી શરૂ થાય છે. અને લોનની રકમ 10 કરોડ રૂપિયા સુધીની છે. મિલકતની રકમ 90% સુધીની લોન બેન્ક દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.
5. આઈસીઆઈસીઆઈ (ICICI)
ICICI દ્વારા હાલમાં 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે હોમલોન પર વ્યાજ દર 8.75% પ્રતિ વર્ષથી શરૂ થાય છે. બેન્ક 0.5% ની પ્રોસેસીંગ ફી લે છે.
6,7,8. કેનેરા બેન્ક, CBI અને કોટક મહિન્દ્રા
કેનેરા બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (CBI) હોમ લોન પર 8.5 % ના દરે વ્યાજ વસૂલે છે. 20 વર્ષના કાર્યકાળ માટે રૂપિયા 75 લાખની હોમ લોન પર અંદાજિત EMI રૂપિયા 64,650 હશે. તેમજ કોટક મહિન્દ્રા બેંકમાં વ્યાજ દર 8.7 % થી શરૂ થાય છે. 20 વર્ષની મુદત માટે રૂપિયા 75 લાખ ની હોમ લોન પર અંદાજિત 65,550 હશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |