World Cup 2024: T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમના 10 ખેલાડી લગભગ ફાઇનલ, જુઓ કોને સ્થાન મળ્યું.

अपने दोस्तों के साथ शेयर करें

World Cup 2024: T20 વર્લ્ડકપ 2024: T20 ભારતીય ટિમ: થોડા સમય પહેલા વર્લ્ડકપ 2023 ભારતમાં રમાયો હતો. જેમાં ભારતે તમામ મેચ જીતી હતી પરંતુ છેલ્લે ઓસ્ટ્રેલીયા સામે ફાઇનલ મેચમાં ફારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 2024માં ફરી એક વખત T20 World Cup 2024 કે જે જૂન માહિનામાં રમવા જય રહ્યો છે. જેમાં ભારતીય ટિમની જાહેરાત થવાની બાકી છે પરંતુ સંભવિત નામો સામે આવ્યા છે અને લગભગ આ 10 ખેલાડીઓ T20 વર્લ્ડકપ 2024 માટે ફાઇનલ છે. ત્યારે જોવાનું રહ્યું કે IPL 2024 માં સારું પ્રદર્શન કરનાર ક્યાં ખેલાડીને મોકો મળી શકે છે. આવો જોઈએ.

World Cup 2024

ICC મેન્સ T20 વર્લ્ડકપ 2024 માટે 15 સભ્યોની ટિમ પસંદ કરવા માટે જ્યારે ભારતીય પસંદગીકારો આ મહિનાના અંતમાં મળશે, જ્યારે તેઓને મોટા પડકારોનો સામનો કરવો પડશે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમમાં 10 પ્લેયરની પસંદગી થઈ ગઈ છે. જ્યારે 5 ખેલાડીઓને લઈને ટક્કર થશે. દેખીતી રીતે 10 ખેલાડીઓમાં તમામ મોટા નામ સામેલ છે. નવાઈની વાત એ છે કે રીંકું સિંગનું નામ જોવા મળતું નથી.

આ પણ વાંચો: Best 5 Beach: ગોવાને ટક્કર મારે તેવા 5 બેસ્ટ બીચ, આ વેકેશનમાં ફરી આવો બની જશે યાદગાર ટ્રીપ

T20 વર્લ્ડકપ 2024

T20 ભારતીય ટિમ માટે નીચે મુજબના સભ્યો સંભવિત છે.

  1. રોહિત શર્મા
  2. વિરાટ કોહલી
  3. સૂર્યકુમાર યાદવ
  4. હાર્દિક પંડયા
  5. જસપ્રીત બૂમરાહ
  6. રવિન્દ્ર જાડેજા
  7. રિષભ પંત
  8. આર્ષદીપસિંહ
  9. મોહમદ સિરાજ
  10. કુલદીપ યાદવ

IPL 2024 માં પ્રદર્શન એ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે કે ખાલી પાંચ જગ્યાઓમા કોણ હશે. અજિત અગરકરની આગેવાનીમાં પસંદગી સમિતિ માટે આ કામ સરળ નહીં હોય. તેનું કારણ છે કે બાકીની જગ્યાઓ માટે ઘન દાવેદાર છે. ચાલો જોઈએ આ 5 જાગે વિશે.

વિકેટકીપર

રિષભ પંત ટિમ ઇન્ડિયાનો ફેવરિટ વિકેટ કીપર છે. તેને રિપલેશ કરવા માટે સંજુ સેમશન, ઈશાન કિશન, KL રાહુલ, જીતેશ શર્મા અને ધ્રુવ જૂરેલ પંતના બેકઅપના દાવેદારો છે. જો કે પ્રદર્શનના આધારે સૌથી મજબૂત દાવેદાર સંજુ સેમશન અને KL રાહુલ છે.

આ પણ વાંચો: Gujarat Hill Station: ગુજરાતમાં છે એકથી એક ચડિયાતા હિલસ્ટેશન, આ વખતે અહી ફરવાનો પ્લાન બનાવજો

શુભમન VS યશસ્વી

પહેલા એવા અહેવાલો આવી રહ્યા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે. પરંતુ કેપ્ટને આવી વાતોને નકારી કાઢી છે. આવી સ્થિતિમાં શક્ય છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને ટીમમાં જોવા મળે. પણ KL રહું અને સંજુ સેમશન સાથે ટીમમાં રાખવામા આવે છે તો ફક્ત 1 વ્યક્તિને મોકો મળી શકે છે. ખરેખર KL રાહુલ પણ ઓપનિંગ કરી શકે છે. પણ હાલમાં યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં શાનદાર પરફોમન્સ કરી રહ્યો છે. અને જો ગિલ અને જયસ્વાલ બંનેની પસંદગી કરવામાં આવે તો રીંકુંસિંગનું સ્થાન જોખમમાં છે.

સ્પિનર બોલર

જો સંજુ સેમશન કે KL રાહુલ બેકઅપ વિકેટકીપર તરીકે હશે તો યશસ્વી જયસ્વાલનો ચાંસ વધુ છે. જ્યારે શુભમન ગિલ પણ રેસમાં છે. હવે વાત એ છે કે કુલદીપ યાદવનો પાર્ટનર કોણ હશે. રવિન્દ્ર જાડેજા સિવાય યુઝવેન્દ્ર ચહલ કે રવિ બિશ્નોઈ પણ રેસમાં છે જો કે અક્ષર પટેલ પણ સ્પિન બોલર અને ઓલરાઉન્ડર તરીકે દાવો કરી શકે છે.

ફાસ્ટ બોલર

ટીમમાં જશપ્રીત બૂમરાહ અને અર્ષદીપ સિંહની પસંદગી નિશ્ચિત માનવમાં આવે છે. જો મહમદ શમી ફિટ ન થાય તો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે આવેશ ખાન મજબૂત સ્થિતિમાં છે. જો કે યુવા સ્પીડ સ્ટાર મયંક યાદવ, ખલીલ એહમદ, મુકેશ કુમાર અને હર્ષલ પટેલ પણ ફોર્મમાં છે.

આ પણ વાંચો: Whatsapp Charge: 1 જૂનથી Whatsapp પર મેસેજ મોકલવાનો ચાર્જ 2.30 રૂપિયા લાગશે.

ઓલરાઉન્ડર

હાર્દિક પંડયા ટિમનો વાઇસ કેપ્ટન છે. તેથી માનવમાં આવે છે કે તે ટીમમાં જ રહેશે. તેના સિવાય શિવમ દુબે બીજા પેસ ઓલરાઉન્ડર તરીકે પ્રબળ દાવેદાર છે. શિવમે ચેન્નઈ સુપર કિંગ્સ માટે શાનદાર પર્ફોમન્સ કર્યું છે. જો કે તે બોલિંગ નથી કરી રહ્યો તેમ છતાં તેના સિવાય કોઈ ઓપ્શન જોવા નથી મળી રહ્યો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
World Cup 2024
World Cup 2024

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment