છાસ પીવાના ફાયદા: ઉનાળાની ઋતુમાં છાસ પીવાથી થાય છે અઢળક ફાયદા, પાચનને લગતી સમસ્યામાથી મળે છે છુટકારો

अपने दोस्तों के साथ शेयर करें

છાસ પીવાના ફાયદા: Benefits of drinking buttermilk: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ઠંડા પીણાં તેમજ ઠંડા વાતાવરણમાં રહેવાનુ તથા ઠંડી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક આ ઠંડા પીણાંમાં લોકો સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરે છે પણ તેનાથી લોકોને નુકશાન થતું હોય છે. ત્યારે આવી કાળઝાર ગરમીમાં લોકો જો છાસનું સેવન કરે તો તેનાથી અઢળક ફાયદાઑ થાય છે. તેમજ છાસ પીવાના ફાયદા માં જોઈએ તો પાચન સબંધિત સમસ્યામાથી છુટકારો મળે છે તેમજ અન્ય પણ ફાયદાઑ થાય છે.

છાસ પીવાના ફાયદા

ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં લોકો તાપ, ગરમી, ડિહાઈડ્રેશનના સાઈડ ઇફેક્ટથી બચવા માટે ડાયટમાં ઘણા પ્રકારના પીણાંનો ઉપયોગ કરે છે. જેમાં ઘણી વાર સોફ્ટ ડ્રિંક્સ નો પણ ઉપયોગ કરે છે. જો કે ગરમીથી બચવા માટે રોજ એક સોફ્ટ ડ્રિંક્સનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

એવામાં બોડીને કુલ રાખવા તમે પોતાની ડાયટમાં રોજ એક ગ્લાસ છાસને ઉમેરી શકો છો. છાસ, પ્રોટીન, કેલ્સિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસનો સારો એવો સોર્સ છે. તેમાં ફેટ અને કેલર ઓછી મળે છે. જેથી ઉનાળામાં છાસનું સેવન રાહત આપે છે. Benefits of drinking buttermilk મળે છે આવો જોઈએ.

Benefits of drinking buttermilk

1. પાચન તંદુરસ્ત રહે છે.

ઉનાળામાં લોકો મોટે ભાગે પેટ સાથે જોડાયેલી તકલીફોથી પરેશાન રહેતા હોય છે. જેનાથી બચવા માટે તમે છાસનું સેવન કરી શકો છો. છાસનું સેવન પાચનતંત્રને સ્વસ્થ બનાવવા માટે મદદ કરે છે. મસાલા છાસ પીવાથી પેટમાં દુખાવો, સોજો અને ઝાડામાં રાહત આપે છે. છાસમાં રહેલું પાણી શરીરમાં પાણીની કમી દૂર કરે છે. જેનાથી ડિહાઈડ્રેશન નથી થતું.

2. ડિહાઈડ્રેશન

ઉનાળામાં શરીરમાં પાણીની કમી દૂર કરવા માટે તમે છાસનું સેવન કરી શકો છો. છાસ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં મીઠું, ખાંડ, ફૂદીનો નાખીને પીવાથી ડિહાઈડ્રેશન, ઝાડાઅને ગરમીથી બચી શકાય છે.

આ પણ વાંચો: Gujarat Water Falls: ભયંકર ગરમીમાં પણ ટાઢક આપતા ગુજરાતનાં આ 6 ધોધ, જ્યાં જતાં જ ઠંડીનો એહસાસ થશે.

3. એસિડિટી

ઉનાળામાં ઘણી વખત વધારે પ્રમાણમાં ઓઇલી, સ્પાઈસી અને ફ્રાઈડ વસ્તુ ખાવાથી પાચન બગડી જાય છે. જો તમે આવું ભોજન કરવાથી એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદ રહે છે તો તમે છાસનું સેવન કરી શકો છો. ભોજન બાદ છાસનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં તહતી બળતરાથી છુટકારો મેળવી શકાય છે.

4. સ્થૂળતા

જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો તમે દરરોજ છાસનું સેવન કરો. છાસમાં કેલેરી અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી ફેટને ઝડપથી બર્ન કરી શકાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://fwdchd.in/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
છાસ પીવાના ફાયદા
છાસ પીવાના ફાયદા

अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “છાસ પીવાના ફાયદા: ઉનાળાની ઋતુમાં છાસ પીવાથી થાય છે અઢળક ફાયદા, પાચનને લગતી સમસ્યામાથી મળે છે છુટકારો”

Leave a Comment