Gujarat Best Waterparks: ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્ક: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોની પરીક્ષા પણ પૂર્ણતાને આરે છે. અને પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકોને વેકેશન પડી જશે. આ માટે લોકો વેકેશન દરમિયાન ફરવા નીકળી પડતાં હોય છે. જેમાં જંગલ સફારી, નદીઓ, ઝરણા, ધોધ, હિલસ્ટેશન, વોટરપાર્ક, તિર્થસ્થળો વગેરેની મુલાકાત લેટે હોય છે. તેમજ ઉનાળામાં નાહવા માટે વોટરપાર્કની મુલાકાત લોકો વિકેન્ડમાં પણ લેતા હોય છે. આ માટે આજે અમે Gujarat Best Waterparks ની માહિતી આપીશું જે 1 થી 1 ચડિયાતા વોટરપાર્ક છે. અને તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.
Table of Contents
Gujarat Best Waterparks
ઉનાળાની કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અને સાથો સાથ વેકેશન પાડવાની તૈયારીઓ પણ છે. આ સમયે લોકો સૌથી વધારે વોટરપાર્ક જવાનું પ્લાનિંગ કરતાં હોય છે. અને ધમાલ મસ્તી કરતાં હોય છે. તેને સાથે આ યાદગાર પળને માણતા હોય છે. આ માટે જો તમે પણ વોટરપાર્કમાં જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્ક વિશેની માહિતી આપીશું.
આ પણ વાંચો: Gujarat Hill Station: ગુજરાતમાં છે એકથી એક ચડિયાતા હિલસ્ટેશન, આ વખતે અહી ફરવાનો પ્લાન બનાવજો
ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્ક
ગુજરાતના બેસ્ટ વોટરપાર્કની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
1. આજવા ફન વર્લ્ડ
વડોદરા નજીક 30 એકરમાં ફેલાયેલા સૌથી મોટા પૈકી 1 વોટરપાર્કનો સમાવેશ થાય છે. અહી પરિવાર સાથે સમય વિતાવવોનો આઇડિયા બેસ્ટ છે. એક બેસ્ટ ફેમેલી ટ્રીપ અહી પ્લાન કરી શકો છો. આજવા ફન વર્લ્ડ વિશાળ 26 હાઇ એન્ડ એમ્યુંઝમેન્ટ રાઈડ છે. જે તમને ટ્યુબ રાઇડ્સ, વોટર કોસ્ટર, અને નજીકના વર્ટીકલ ફ્રી ફોલ્સમાં સંપૂર્ણ અંધારી દુનિયામાં લઈ જશે. અને તમે વિચાર્યું પણ નહીં હોય તેવી મજા આવશે.
- સમય – સવારે 10:30 થી 5:30 સુધી
- લોકેશન – આજવા – નિમેટા રોડ, આજવા કમ્પાઉન્ડ, રાયન તલાવડી, વડોદરા – ગુજરાત
- ટિકિટ – બાળકો માટે 450 તેમજ વ્યક્તિઓ માટે 650
- વેબસાઇટ – https://ajwaworld.com/
2. શંકુ વોટર વર્લ્ડ રિસોર્ટ
અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલ શંકુ વોટર વર્લ્ડ રિસોર્ટ ગુજરાતના સૌથી મોટા અને જાણીતા વોટરપાર્ક માનો એક છે. 75 એકર જમીનમાં ફેલાયેલો આ વોટરપાર્ક કુટુંબ-કેન્દ્રિત થીમ આધારિત વોટર પાર્ક છે. શંકુ વોટર વર્લ્ડ રિસોર્ટમાં દરેક લોકો માટે અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહી તમે ઝિપ ઝેપ ઝુમ, એક્વા ટ્યુબ, વેવ પુલ, શંકુસ ટ્વિસ્ટર, એક્વા શટલ, રેસિંગ સ્લાઇડ, ટંબલ જંબલ, લેઝી રિવર, રેઇન ડાન્સ જેવી અફલાતૂન રાઈડએન્જોય કરી શકો છો.
- સમય – સવારે 10:00 થી 05:00 સુધી
- લોકેશન – અમિપુરા, અમદાવાદ – મહેસાણા હાઇવે, મહેસાણા- ગુજરાત
- ટિકિટ – સોમવારથી શનિવાર 1000 તેમજ રવિવારે 1200
- વેબસાઇટ – https://www.shankuswaterpark.com/
3. અમેઝિયા વોટર પાર્ક
સુરતના લોકો માટે વિકેન્ડ પર ઉનાળામાં જવા માટેનું બેસ્ટ સ્થળ છે. અમેઝિયા વોટરપાર્ક એ 16 એકરમાં ફેલાયેલો આ પાર્કમાં ઈટાલી, જર્મની અને સ્વીઝરલેન્ડની રાઇડ્સ આવેલી છે. આ પાર્કનું નિર્માણ ધ સેન્ડર સન ગ્રૂપ, સી વર્લ્ડ (કેનેડા) અને વોર્નર બ્રથર્સ મૂવી સ્ટુડિયો ( ઓસ્ટ્રેલીયા) દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એપ્રિલમાં ફરવાલાયક સ્થળો: એપ્રિલમાં ફરવાલાયક Best 8 જન્નત જેવી જગ્યાઓ, જ્યાં દેશવિદેશથી આવે છે લોકો
- સમય – સવારે 10:00 થી 06:00 સુધી
- લોકેશન – ડૂંબલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન, કેનાલ રોડ, પર્વત પાટિયા, મગોબ, સુરત
- ટિકિટ – સુપર સેવર કોમબો 1099 + વ્યક્તિ દીઠ ટેક્સ
- વેબસાઇટ – https://aquamagicaa.com/
4. સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક
ગાંધીનગર મહુડી હાઇવેપાસે આવેલો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક પ્રદૂષણ મુક્ત ઝોનમાં આવેલો અને ત્રણ વર્ષ સુધી સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ મેળવનારો એકમાત્ર વોટર પાર્ક માનવમાં આવે છે.
- સમય – સવારે 11:00 થી 05:00 સુધી
- લોકેશન – ગાંધીનગર – મહુડી હાઇવે, અમરનાથ ધામ પાસે, ગ્રામ ભારતી ક્રોસ રોડ, અમરાપુર, ગુજરાત
- ટિકિટ – 500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
- વેબસાઇટ – https://www.swapnasrushtiwaterpark.in/
5. ધ એન્જોય સિટી વોટર પાર્ક
ચરોતરના લોકો ઉનાળામાં ફરવા જવા માટે એક દિવસ એન્જોય સિટી વોટરપાર્ક કરવા માટે ધ એન્જોય સિટી વોટર પાર્કની ટ્રીપની યોજના બનાવો. આ ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્કમાનો એક છે. અહી તમને એક્વા ફેબ્યુલા, ઝોમ્બી સ્લાઇડ, 3 બોડી સ્લાઇડર, ઝૂમર સ્લાઇડર, ઓપન ફ્લોટ સ્લાઇડર, એક્વા સ્લાઇડ, ટનલ ફ્લોટ સ્લાઇડ, એક્વા વેવ પુલ, વિઝાર્ડ સાઈડ 6 જેવી ઘણી રાઇડ્સ મળે છે.
- સમય – સવારે 10:00 થી 06:00 સુધી
- લોકેશન – જૈન તીર્થ પાસે, તા. બોરસદ, જિલ્લો. આણંદ, વાળવોડ
- ટિકિટ – સોમવારથી શનિવાર 799 તેમજ રવિવારે 999 + ટેક્સ
- વેબસાઇટ – https://www.theenjoycity.com/
6. એસ ક્યુબ વોટર પાર્ક
વડોદરમાં આવેલો બીજો વોટરપાર્ક ખૂબ જાણીતો છે. તે છે S Cube Waterpark. આ વોટરપાર્કમાં કોલંબસ, પેડલ બોટિંગ, જયંત વ્હીલ તેમજ બીજી અન્ય ઘણી રાઇડ્સ આવેલી છે. જે તમને મજા કરવી દેશે.
આ પણ વાંચો: છાસ પીવાના ફાયદા: ઉનાળાની ઋતુમાં છાસ પીવાથી થાય છે અઢળક ફાયદા, પાચનને લગતી સમસ્યામાથી મળે છે છુટકારો
- સમય – સવારે 10:00 થી 06:00 સુધી
- લોકેશન – વૃંદાવન ગાર્ડન સામે, આજવા – વડોદરા
- ટિકિટ – 500 રૂપિયા 9વોટપર્ક + એમ્યુઝપાર્ક કોમબોના 600 રૂપિયા)
- વેબસાઇટ – https://www.s-cubewaterpark.com/
7. બ્લીઝ એક્વા વોટર પાર્ક
મહેસાણા શહેર નજીક સ્થિત થીમ આધારિત વોટરપાર્ક છે. જેને 40 થી વધુ વર્લ્ડ ક્લાસ રાઇડ્સ આવેલી છે. તે 100% સલામત છે કે નહીં તેની ખાતરી કરવા માટે દરેક રાઈડને કડક ગુણવતા અને સલમતી તપાસ માથી પસાર કરવામાં આવી છે. બ્લીઝ એક્વા વોટરપાર્ક પાસે 3 મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, બાળકો માટેનો સૌથી મોટો રમત વિસ્તાર તેમજ ભારતનો સૌથી મોટો વેવ-પુલ છે.
- સમય – સવારે 10:00 થી 05:30 સુધી
- લોકેશન – મોટીડાઉ ગામ, મહેસાણા-ઊંઝા હાઇવે, મહેસાણા
- ટિકિટ – 500 રૂપિયા 9વોટપર્ક + એમ્યુઝપાર્ક કોમબોના 600 રૂપિયા)
- વેબસાઇટ – https://www.blissaquaworldresort.com/
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
3 thoughts on “Gujarat Best Waterparks: આ વેકેશનનો આનંદ માણો ગુજરાતનાં શ્રેષ્ઠ વોટરપાર્કમાં, જુઓ એક થી એક ચડિયાતા”