સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ: ટૂંટીયુ વળીને કે ઊંધા સૂતા લોકો સ્વભાવે હોય છે આવા

अपने दोस्तों के साथ शेयर करें

સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ: દરેક વ્યક્તિની સૂવાની ટેવ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ સૂતી વખતે પોતાને અનુકૂળ આવે તે પોઝીશનમા સૂવાનુ પસંદ કરતા હોય છે. તમે જોયુ હશે કે જયા સૂધી તમારી રોજની ટેવ મુજબની પોઝીશન મા ન સૂવો ત્યા સૂધી નીંદર આવતી નથી. અન્યથા કલાકો સુધી પથારીમા ગોથા મારવા છતા ઊંઘ આવતી નથી. વ્યક્તિની સૂવાની ટેવો અને તેને વ્યક્તિત્વ સાથે શું સંબંધ છે તેના પર ઘણા સંશોધનો થયા છે. આજની આ પોસ્ટ મા આપણે વ્યક્તિની સૂવાની ટેવ અને વ્યક્તિત્વ ને શું સંબંધ છે તેના વિશે જાણીશુ.

સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ

આપણે મોટાભાગન લોકો ઊંધા પડીને અથવા પડખુ ફરીને સૂતા હોય છે. ચાલો જાણીએ કઇ પોઝીશન મા સુવાની ટેવ ધરાવતા વ્યક્તિની પર્સનાલીટી કેવી હોય છે.

નાના બાળકની જેમ સૂતા લોકો

ઘણા લોકો નાના બાળકની જેમ ગોઠણ પેટ પાસે વાળીને (ટૂંટિયું વાળીને) સૂવાની આદત હોય છે. આવા લોકો ની પર્સનાલીટી જોઇએ તો તે જીવનમા આરામ અને સુરક્ષા ઇચ્છા હોય છે. આ લોકો સ્વભાવે ખૂબ જ સેન્સેટીવ અને સરળ હોય છે. આવા લોકોનો વિશ્વાસ સંપાદન કરવો ખૂબ સરળ હોય છે.

ઊંધા પડીને સૂવું

ઘણા લોકોને ઊંધા સૂવાની ટેવ હોય છે. હેલ્થ ની દ્રષ્ટી એ જોઇએ તો સૂવાની આ ટેવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક હોય છે. આવા લોકો ની પર્સનાલીટી જોઇએ તો તે સ્વભાવે મિલનસાર હોય છે અને સમાજમાં પોતાનો માન મોભો સારી રીતે બનાવી શકે છે. સમાજ દ્વારા તેને પુરતુ માન સન્માન આપવામા આવે છે. આવા લોકો પોતાની નબળાઈઓ સરળતાથી સ્વિકારતા શક્તા નથી.

હાથ ઉપર માથું રાખીને સૂવું

ઘણા લોકો ને ઓશીકા ની જેમ હાથ ઉપર માથુ રાખીને સુવાની ટેવ હોય છે. આવા લોકોનુ વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ ઉપરાંત તેઓ પણ બીજા લોકો તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે. આવા લોકોને અન્ય લોકો સાથે મિત્રતા કેળવવી અને સારી રીતે નિભાવવાનુ પસંદ કરે છે.

આ પણ વાંચો: નામ અને નંબર બોલતી એપ: અદભુત એપ, કોઇનો ફોન આવશે તો નામ અને નંબર બોલશે આ એપ.

સીધા સૂતા લોકો

મોટાભાગના એકદમ સીધા સૂતા હોય છે. આવી રીતે સૂવાની ટેવ ધરાવતા લોકો સ્વભાવે અંતરમુખી હોય છે. આવા લોકો ઝડપથી અન્ય લોકો સાથે હળી મળી નથી શકતા અને જલ્દી કોઇ માણસનો ભરોસો પણ કરતા નથી. આવા લોકોનો સ્વભાવ ગંભીર હોય છે. તેઓ કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને અને દ્રઢ પણે કરતા હોય છે.

તકિયો/ઓશીકું સાથે લઈને સૂવું

ઘણા લોકોને તકીયો કે ઓશીકુ સાથે લઇને સૂવાની આદત ધરાવતા હોય છે. આવા લોકો સ્વભાવે ખુશ મિજાજી વ્યક્તિત્વ ધરાવતા હોય છે આવા લોકો દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધી લેતા હોય છે આવા લોકો સંબંધોને ખૂબ મહત્વ આપતા હોય છે અને સંબંધો ઈમાનદારી પૂર્વક નિભાવવામા માનતા હોય છે.

પડખું ફરી ને સૂવું

જે લોકો એક તરફ ફરીને એટલે કે પડખું ફરીને સૂવાની આદત ધરાવતા હોય છે તે લોકોને આરામદાયક જીવન પસાર કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. આ લોકો વિશ્વાસપાત્ર હોય છે. પરંતુ આવા લોકોના આ વધુ પડતા વિશ્વાસ ને કારણે ઘણી વખત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

સામેની તરફ હાથ રાખી ને સૂતા લોકો

ઘણા લોકોને આગળ તરફ હાથ રાખીને સુવાની પોઝીશન પસંદ હોય છે. આ રીતે સુતા લોકો નું વ્યક્તિત્વ જોઇએ તો તે મુક્ત વિચારો વાળા હોય છે. જેને કારણે ઘણી વખત લોકો તેમના પર વધુ શંકા કરતા હોય છે. તેઓ હંમેશા ધીમી ગતિથી અને સમજી વિચારીને દ્રઢ નિર્ણયો લેતા હોય છે. આ લોકો દ્રઢ નિશ્ચય કરનારા હોય છે. અને કરેલો નિશ્વય પુરો કરતા હોય છે.

આ પણ વાંચો: Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ, નવી BPL યાદિ

સાવધાની મુદ્રામાં સૂતા લોકો

આ રીતે સુતા લોકો અંતરમુખી હોય છે અને નિયમો નુ પાલન કરવામા માનનારા હોય છે તેઓ પોતાની જાતને અને અન્ય લોકો ને પણ ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે તેઓ પોતાની જાત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે.

ઊંધા અને પહોળા થઈને સૂવું

આ રીતે સૂવાની આદત ધરાવતા લોકો ખૂબ જ ઝિંદાદિલ હોય છે અને ખુલ્લા વિચારો ધરાવતા હોય છે. આવા લોકોને લોકોની સાથે હળવું મળવું પસંદ હોય છે. તેઓ મોટાભાગે સ્વતંત્ર રહેવું પસંદ કરે છે. આવા લોકો જીવનમા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા પણ તેઓ ડરતા નથી અને અન્ય લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો થી તેમને કોઈ જ ફરક પડતો નથી.

સીધા અને પહોળા થઈને સૂવું

આ રીતે સૂવાની ટેવ ધરાવતા લોકો ખૂબ જ ઈમાનદાર હોય છે તેઓ મિત્રતાને ખૂબ મહત્વ આપતા હોય છે આવા લોકો અન્ય લોકોની સમસ્યાઓ ધ્યાનથી સાંભળે છે અને તેને સમાધાન આપવાનું પસંદ કરતા હોય છે.

બંને હાથ માથા નીચે રાખીને સૂવું

ઘણા લોકોને બન્ને હાથ માથા નીચે રાખીને સૂવાની આદત હોય છે. આવા લોકો નિશ્ચિત હોય છે. સામાન્ય રીતે આવા લોકો અન્ય લોકોનુ ક્યારેય ખરાબ ઇચ્છતા પણ નથી અને અન્યનુ ખરાબ કરતા નથી. આવા લોકો બીજા લોકોના હિત માટે પ્રયત્ન કરતા હોય છે.

ઓશીકું/તકિયા ને જોરથી પકડી ને સૂવું

આવી રીતે સૂવાની ટેવ ધરાવતા લોકો ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા હોય છે તેમને અન્ય પાસેથી પણ પ્રેમ પામવા માંગતા હોય છે. તેઓ પોતાના સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે તેમજ સંબંધો સારી રીતે નિભાવતા પણ હોય છે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ
સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ

अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ: ટૂંટીયુ વળીને કે ઊંધા સૂતા લોકો સ્વભાવે હોય છે આવા”

Leave a Comment