Rajkot Tour: રાજકોટ ના જોવાલાયક સ્થળો : આપણા ગુજરાત મા પણ ઘણા જોવાલાયક સારા સ્થળો આવેલા છે. હવે લોકો ફરવા માટે ગુજરાતની અંદરના સ્થળો વધુ પસંદ કરતા હોય છે. સૌરાષ્ટ્ર ના પ્રવાસે જવાનુ વિચારતા હોય તો રંગીલા રાજકોટ ની અચૂક પસંદગી કરજો. રાજકોટ મા ફરવા માટે ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. રાજકોટ જાઓ તો આ સ્થળો જોયાવગર પરત ન આવતા. આ સ્થળો જોયા વગર રાજકોટ ની ટુર અધુરી ગણાશે. ચાલો જાણીએ રાજકોટ મા કયા જોવાલાયક સ્થળો આવેલા છે.
Table of Contents
Rajkot Tour
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમા રાજકોટ મીડલ મા આવેલુ અને એક મહત્વપૂર્ણ શહેર છે. રાજકોટ ફરવાના શોખીનો માટે એક ખૂબ મહત્વપૂર્ણ ડેસ્ટિનેશન છે. રાજકોટ ઘણા લોકો રજાઓ માણવા આવતા હોય છે. એમા પણ રાજકોટ ના ગોલા આખાગુજરાત મા ફેમસ છે. શહેરની રેલવે, રોડ અને એર કનેક્ટિવિટી ખૂબ ઉમદા છે. આવો જાણીએ રાજકોટમાં ફરવા અને જોવાલાયક 5 જગ્યાઓ કઇ છે.
વોટસન મ્યુઝિયમ
વોટસન મ્યુઝિયમ એ રાજકોટ નુ જોવાલાયક સ્થળો મા મહત્વનુ છે. વોટસન મ્યુઝિયમ જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલુ છે. ક્વીન વિક્ટોરિયા સ્મારક સંસ્થા ઇમારતોમાં સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે. આ મ્યુઝિયમ મા મોહેંજો દડો , કુદરતી ઇતિહાસ, 13 મી સદીના કોતરણી, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિવાસી લોકોના મકાનોની ડિઝાઇન વગેરે જોવાલાયક છે.
- આ મ્યુઝિયમ રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટથી માત્ર 3 કિમી દૂર થાય છે.
- આ મ્યુઝિયમ રાજકોટ જંક્શન રેલવે સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર થાય છે.
- આ મ્યુઝિયમ રાજકોટ સેન્ટ્રલ બસ ડિપો થી માત્ર 2 કિમી દૂર થાય છે.
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ
રાજકોટ મા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ આવેલુ છે. જે અગાઉ ખેંડેરી સ્ટેડીયમ તરીકે ઓળખાતુ હતુ. અહિંં ઘણી ઇન્ટરનેશનલ મેચ પણ રમાય છે.વર્ષ 2013 મા આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ નુ નિર્માણ કરવામા આવ્યુ હતુ. રાજકોટ અને સૌરાષ્ટ્ર ને લોર્ડસ ની યાદ અપાવતુ આવુ અત્યાધુનીક ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામા નિરંજન શાહ નો મુખ્ય ફાળો છે. ૨૦૧૩ મા આ ક્રિકેટ સ્ટેડીયમ મા પહેલી મેચ રમાઇ હતી.
કબા ગાંધીનો ડેલો
રાજકોટ ના જોવાલાયક સ્થળો મા કબા ગાંધીનો ડેલો પણ ફેમસ છે. કબા ગાંધીનો ડેલો એ રાજકોટમાં મહાત્મા ગાંધીજીનું ૧૯૧૫ સુધી મૂળ કટુંબ નિવાસ હતું. તે કાળના અંતિમ વર્ષો મા ગાંધીજી લંડન અને દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. કબા ગાંધીના ડેલાને હવે ગાંધી સ્મૃતિ નામના કાયમી સંગ્રહાલય બનાવવામા આવ્યુ છે.
- આ સ્થળ રાજકોટ એરપોર્ટથી માત્ર 3 કિમી દૂર થાય છે.
- આ સ્થળ રાજકોટ જંક્શન રેલવે સ્ટેશનથી માત્ર 3 કિમી દૂર આવેલુ છે.
- આ સ્થળ રાજકોટ સેન્ટ્રલ બસ ડેપોથી ફક્ત 2 કિ.મી દૂર આવેલુ છે.
પ્રદ્યુમન પાર્ક
પ્રદ્યુમન પાર્ક એ રાજકોટ ના જોવાલાયક સ્થળો પૈકીનુ એક છે. શહેરની બહાર આવેલુ શાંત અને રમણીય સ્થળ છે. જયા કુટુંબ અને મિત્રો સાથે હરવા ફરવા માટે નું સરસ સ્થળ છે. મોટા ખુલ્લા વિસ્તારમાં મોટાભાગના પ્રાણીઓને જોઇ શકો છો. તમારા બાળકોને અહિંંઝૂ મા પક્ષીઓ અને પ્રાણીઓ જોવાની મજા આવશે. પાર્કની અંદર સુધી પહોંચવા માટે ગોલ્ફ સેવા પણ આપવામા આવે છે.
હિંગોળગઢ કુદરતી અભ્યારણ્ય
રાજકોટ જિલ્લા મા આવેલુ એકમાત્ર કુદરતી અભ્યારણ્ય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે ફરવા માટે એક રમણીય પર્યટન સ્થળ બની ગયુ છે. દર વર્ષે વીસ હજાર કરતા વધુ પ્રવાસીઓ આ અભ્યારણ્યની મુલાકાત લેતાં હોય છે. પ્રતિ વર્ષ પ0 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામા આવે છે. જેના દ્વારા વન્ય જીવન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
3 thoughts on “Rajkot Tour: રાજકોટ ના જોવાલાયક બેસ્ટ સ્થળો, આ સ્થળો જોયા જોયા વગર રાજકોટની ટુર ગણાશે અધુરી”