Weekly Horoscope: સાપ્તાહિક રાશિફળ: લોકો રાશિફળ ખૂબ જ વાંચતા હોય છે. રાશિફળ ના ઘણા પ્રકાર છે. જેમ કે વાર્ષિક રાશિફળ, માસિક રાશિફળ, સાપ્તાહિક રાશિફળ અને દૈનિક રાશિફળ. તા. 18 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધીનુ આ સપ્તાહ તમામ રાશિઓ માટે કેવુ રહેશે તેની માહિતી મેળવીએ.
Table of Contents
Weekly Horoscope
તમામ 12 રાશિઓ માટે તા.18 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધીનુ સાપ્તાહિક રાશિફળ નીચે મુજબ છે.
મેષ સાપ્તાહિક રાશિફળ
મેષ રાશિ એટલે જેનુ નામ અ,લ,ઇ થી શરૂ થાય છે. આ સપ્તાહે પારિવારીક સમસ્યાઓનુ નિરાકરણ આવશે. સ્વાસ્થ્ય બાબત બેદરકાર રહેશો તો કેટલીક જુની બીમારીઓ ઉદભવી શકે છે. આ સપ્તાહે તમારા માટે લકી કલર આસમાની અને લકી નંબર 9 રહેશે.
વૃષભ સાપ્તાહિક રાશિફળ
વૃષભ રાશિ એટલે જેનુ નામ બ,વ,ઉ થી શરૂ થાય છે. આ સપ્તાહે તમારે કેટલા અગત્યના નિર્ણયો લેવા પડશે. વિદ્યાર્થીઓ એ તેમની કારકિર્દી પર ખાસ ધ્યાન આપવુ. આ સપ્તાહે તમારા માટે લકી કલર પીળો અને લકી નંબર 9 છે. આ સપ્તાહે વધુ પડતે મહેનત અને શ્રમ ને કારણે સ્વાસ્થ્ય સાચવવુ.
આ પણ વાંચો: વર્ષનો વરતારો: હોળી ની ઝાળ પરથી વર્ષનો વરતારો, હોળી ની ઝાળ કઇ દિશા મા જાય તો કેવુ વર્ષ થાય
મિથુન સાપ્તાહિક રાશિફળ
મિથુન રાશિ એટલે જેનુ નામ ક,છ,ઘ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહે મનોબળ જાળવવુ. આ સપ્તાહે સ્વાસ્થ્ય સારુ જળવાઇ રહેશે. આ સપ્તાહે તમારા માટે લકી કલર લીલો અને લકી નંબર 5 રહેશે. આ સપ્તાહે ધંધા વ્યવસાય મા મહેનત કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.
કર્ક સાપ્તાહિક રાશિફળ
કર્ક રાશિ એટલે જેનુ નામ ડ,હ થી શરૂ થાય છે. આ રાશિના જાતકોએ આ સપ્તાહે સમસ્યાઓથી ડરવુ નહી અને હિંમતથી સામનો કરવો. તમારી કાર્યદક્ષતાથી તમે સમસ્યાનુ નિરાકરણ લાવી શકસો. આ સપ્તાહે તમારા માટે લકી કલર પીળો અને લકી નંબર 2 રહેશે.
આ પણ વાંચો: Rajkot Tour: રાજકોટ ના જોવાલાયક બેસ્ટ સ્થળો, આ સ્થળો જોયા જોયા વગર રાજકોટની ટુર ગણાશે અધુરી
સિંહ સાપ્તાહિક રાશિફળ
સિંહ રાશિ એટલે જેનુ નામ મ,ટ થી શરૂ થાય છે. સિંહ રાશિ માટે આ સપ્તાહે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે. આ સપ્તાહે સ્વાસ્થ્ય પણ સારુ જળવાઇ રહેશે. આ સપ્તાહે તમારા માતે લકી કલર પીળો અને લકી નંબર 6 રહેશે. આ સપ્તાહે મહેમાનો ના આગમન થી ઘરમા આનંદ અને ઉત્સાહનુ વાતાવરણ રહેશે.
કન્યા સાપ્તાહિક રાશિફળ
કન્યા રાશિ એટલે જેનુ નામ પ,ઠ,ણ થી શરૂ થાય છે. કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ સફળતાવાળુ રહેશે. તમારા અટકેલા કાર્યો પુરા કરવાનો આ સમય છે. ધંધા વ્યવસાય મા સફળતા મળશે. એલર્જી સંબંધિત સામાન્ય બીમારીઓથી સાચવવુ. આ સપ્તાહે લકી કલર પીળો અને લકી નંબર 1 છે.
તુલા સાપ્તાહિક રાશિફળ
તુલા રાશિ એટલે જેનુ નામ ર,ત થી શરૂ થાય છે. તુલા રાશિ માટે આ સપ્તાહ આનંદદાયક રહેશે. આ સપ્તાહે ધન લાભ ના યોગ બની રહ્યા છે. આ સપ્તાહે તમારા માટે લકી કલર નારંગી અને લકી નંબર 9 છે. પરિવારના સભ્યોનો સહયોગ બની રહેશે. આ સપ્તાહે સ્વાસ્થ્ય સાચવવુ.
વૃશ્વિક સાપ્તાહિક રાશિફળ
વૃશ્વિક રાશિ એટલે જેનુ નામ ન,ય થી શરૂ થાય છે. વૃશ્વિક રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારુ રહેશે. જીવનસાથી અને પરિવાર તરફથી સહકાર પ્રાપ્ત થશે. અટકેલા કાર્યો પુરા થશે. આ સપ્તાહે તમારા માટે લકી કલર બદામી અને લકી નંબ 8 છે. કમરનો દુખાવો અને શરદી-ખાંસી જેવી સીઝનલ બીમારી થી સાચવવુ.
ધન સાપ્તાહિક રાશિફળ
ધન રાશિ એટલે જેનુ નામ ભ,ધ,ફ,ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહે ઘણુ કામ થશે. અટકેલા કામો ફરી શરૂ થશે. પતિ પત્નિના સંબંધો મધુર રહેશે. આ સપ્તાહે તમારા માટે લકી કલર પીળો અને લકી નંબર 3 રહેશે. ખાંસી શરદી જેવી સીઝનલ બીમારી થી સાચવવુ.
મકર સાપ્તાહિક રાશિફળ
મકર રાશિ એટલે જેનુ નામ ખ,જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સારુ રહેનાર છે. આ સપ્તાહે અટકેલા કાર્યો પુરા થઇ શકસે. આ સપ્તાહે તમારા માટે લકી કલર ગુલાબી અને લકી નંબર 9 છે. વધુ પડતા કામના બોજ અને તણાવ મા સ્વાસ્થ્ય સાચવવુ.
કુંભ સાપ્તાહિક રાશિફળ
કુંભ રાશિ એટલે જેનુ નામ ગ,સ,શ,ષ થી શરૂ થાય છે. કુંભ રાશિ ના જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે. સ્વાસ્થ્ય પણ જળવાઇ રહેશે. કશાની ચિંતા ન કરવા સલાહ છે. આ સપતાહે તમારા માટે લકી કલર જાંબલી અને લકી નંબર 3 છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.
મીન સાપ્તાહિક રાશિફળ
મીન રાશિ એટલે જેનુ નામ દ,ચ, ઝ,થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ એકંદરે મધ્યમ રહેશે. આ સપ્તાહે આરોગ્ય જળવાઇ રહેશે. આ સપ્તાહ તમારા માટે લકી કલર કેસરી છે. અને લકી ન6બર 9 છે. આ સપ્તાહે જોખમી કાર્યોમા પૈસાનુ રોકાન ન કરવા સલાહ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |