ઉનાળાની કાળ જાળ ગરમીથી બચવા શું કરવું 

ગરમીના કારણે જેમને માથાનો દુખાવો અને નબળાઈ રહેતી હોય તેમણે સૂકા ધાણાને પાણીમાં પલાળીને કપાળ પર ઘસવાથી માથાનો દુખાવો અને નબળાઈ દૂર થશે.

ભોજન વચ્ચે 25-35 મિનિટનો સમય લો.

વધુ પડતો શ્રમ, વધુ પડતો વ્યાયામ, વધુ પડતું રાત્રિ જાગરણ, અતિશય આહાર અને ભારે ખોરાક ટાળો

તડકામાં આવ્યા પછી તરત જ પાણી ન પીવું.

જો તમારે દહીં ખાવું હોય તો તેને સીધું ન ખાવું, પહેલા તેમાંથી માખણ કાઢીને લસ્સી અથવા છાશ બનાવો. ધ્યાન રાખો, દહીં ખાટું ન હોવું જોઈએ.

ઉનાળામાં કાચી ડુંગળી જરૂર ખાવી જોઈએ. ડુંગળી ઉનાળામાં પેટને સ્વસ્થ રાખે છે

રોજ લીંબુ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને લીંબુમાંથી વિટામિન સી મળે છે