ચૂંટણીકાર્ડમાં સુધારો: હવે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ સુધારો જાતે, ફોલો કરો આ સ્ટેપ

ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

સૌપ્રથમ રાષ્ટ્રીય મતદાતા પોર્ટલ (NVSP) https://www.nvsp.in/ પર લૉગિન કરવાનું રહેશે. પછી તમે વેબસાઇટના હોમપેજ પર દેખાનાર 'Correction of entries in electoral roll’ સેક્શન પર ક્લિક કરો.

ત્યાર પછી ફોર્મ નંબર 8 પર ક્લિક કરવાનું રહેશે. જે તમને નવા ટેબમાં લઈ જશે અને અહી તમે જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે. તેમજ અહી ફક્ત SELF ઓપ્શનને પસંદ કરીને Submit પર ક્લિક કરો.

અહિયાં તમારે Shifting of Residence વિકલ્પને પસંદ કરવાનું રહેશે. અને તમારે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે કે તમારું સરનામું વિધાનસભા ક્ષેત્રમાં બદલી રહ્યા છો અથવા બહાર. ત્યાર પછી OK પર ક્લિક કરો.

હવે તમારે તમામ રાજ્ય, જિલ્લા, વિધાનસભા ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રની જાણકારી ભરીને NEXT વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ તમારો આધારકાર્ડ, ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરીને NEXT પર ક્લિક કરો.

હવે તમારું નવું સરનામું દાખલ કરો અને તેને મતદાર ID કાર્ડમાં અપડેટ કરવા માટે સહાયક ડૉક્યુમેન્ટ પર ક્લિક કરો. ડૉક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ NEXT પર ક્લિક કરો. અને પછી કેપચા એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

હવે તમારા દ્વારા કરવામાં આવેલી અરજીને વેરિફાઇ કરવામાં આવશે. તપાસમાં તમારી અરજી સાચી જણાશે તો તમારા વોટર ID માં નવું સરનામું અપડેટ કરી દેવામાં આવશે.