Sovereign Gold Bond: સસ્તામા સોનુ ખરીદવુ હોય તો પૈસા રાખજો તૈયાર, સરકાર આપી રહિ છે તક

अपने दोस्तों के साथ शेयर करें

Sovereign Gold Bond: સોવરીન ગોલ્ડ બોન્ડ: સોનુ એ સલામત રોકાણ ગણાય છે. અને સોનામા રોકાણ એ લોકોની પહેલી પસંદગી હોય છે. છેલ્લા થોડા વર્ષો મા સોનામા રોકાણ કરવા તરફ લોકોનો ઝૂકાવ વધ્યો છે. લોકો ફીજીકલ સોનાને બદલે સોવરેન ગોલ્ડ બોન્ડ મા રોકાણ કરે તે માટે સરકાર દ્બારા સમયાંતરે ગોલ્ડ બોન્ડ સ્કીમ ઓપન કરવામા આવે છે. ચાલો જાણીએ શું છે Sovereign Gold Bond સ્કીમ અને તેમા કઇ રીતે સોનુ ખરીદી શકાય ?

Sovereign Gold Bond

હાલ સોનાની કિંમત 64000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ચાલી રહી છે. સોનું મોંઘું છે, તેથી લોકો ઈચ્છે તો પણ તેમા રોકાણ કરવા માટે ખરીદી શકતા નથી. જો તમે તેની કિંમતને કારણે સોનું ખરીદી શકતા નથી, તો તમારા માટે સરકાર દ્વારા એક સારી સ્કીમ આવી રહિ છે. આવતા સપ્તાહથી તમને સસ્તું ભાવે સોનું ખરીદવાની તક મળશે.

આ પણ વાંચો: Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક

સોવરીન ગોલ્ડ બોન્ડ એ સરકારની ગોલ્ડ બોન્ડ માટેની એક સ્કીમ છે, જે સરકાર દ્વારા બહાર પાડવામા આવતા ઓફીસીયલ ગોલ્ડ બોન્ડ છે. જે લોકોને સોનામાં રોકાણ કરવાની તક આપે છે. આ સ્કીમ અંતર્ગત તમે બજાર ભાવ કરતાં ઓછી કિંમતે સોનાની ખરીદી કરીને તેમાં રોકાણ કરી શકો છો. આ ગોલ્ડ બોન્ડ દ્વારા તમને 24 કેરેટ એટલે કે 99.9 ટકા શુદ્ધ સોનું ખરીદવાની તક મળે છે. આરબીઆઈ આ ગોલ્ડ બોન્ડ બહાર પાડવામા આવે છે. SGB ​​ને ડીમેટ એકાઉન્ટ માં રૂપાંતરિત કરી શકાય છે. તમે આ ગોલ્ડ બોન્ડ દ્વારા 24 કેરેટના 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. એટલું જ નહીં, જો તમે બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન અરજી કરો છો અને ચુકવણી કરો છો, તો તમને સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર ડિસ્કાઉન્ટ પણ આપવામા આવે છે.

કયારે અરજી કરવી ?

તમે સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24 સિરીઝ IV માં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. એટલે કે તમારી પાસે આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે પાંચ દિવસ આપવામા આવ્યા છે. રોકાણ બાદ 21મી ફેબ્રુઆરીથી બોન્ડ એલોટ કરવામાં આવશે.

આ પણ વાંચો: Today’s Gold Rate: आज के दिन का सोने का भाव

કયાથી ખરીદશો ?

  • તમે રીઝર્વ બેંક દ્વારા બહાર પાડવામા આવેલ SGB ને નિયુક્ત કોમર્શિયલ બેંકો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે ખરીદી શકો છો.
  • આ સિવાય તમે પોસ્ટ ઓફિસ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી પણ ખરીદી કરી શકો છો.
  • તમે BSE, NSE પ્લેટફોર્મ પરથી પણ ઓનલાઇન ખરીદી શકો છો.

સોવરિન ગોલ્ડ બોન્ડ ના ફાયદા

  • સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર તમને વ્યાજ આપવામા આવે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને તમે વાર્ષિક 2.4 ટકા જેટલુ વ્યાજ મેળવી શકો છો.
  • જેમ જેમ સોનાની કિંમત વધે છે તેમ તેમ ગોલ્ડ બોન્ડમાં તમે કરેલા રોકાણનું મૂલ્ય પણ વધે છે.
  • આ ગોલ્ડ બોન્ડ મા કરેલુ રોકાણ સંપૂર્ણ સુરક્ષીત છે. કારણ કે તેના તમામ કન્ટ્રોલ આરબીઆઈ પાસે હોય છે.
  • તમે બજારમાથી ખરીદેલ ફીજીકલ સોના પર ત્રણ ટકા GST ચૂકવવો પડશે, ત્યારે ગોલ્ડ બોન્ડ પર કોઈ GST ચૂકવવાનો રહેતો નથી.
  • તમે આ બોન્ડ મા કરેલા રોકાણ પર લોન લઈ શકો છો.
  • સોનુ ફીજીકલ સાચવવાની કોઇ ઝંઝટ રહેતી નથી.
  • તમારે મેચ્યોરિટી પછી સોના પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. ઓનલાઈન ખરીદી પર તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ પણ આપવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Sovereign Gold Bond
Sovereign Gold Bond
સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ મા કેટલા ટકા વ્યાજ આપવામા આવે છે ?

વાર્ષિક 2.4 ટકા

સોવરીન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની તારીખો શું છે ?

12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024


अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now

2 thoughts on “Sovereign Gold Bond: સસ્તામા સોનુ ખરીદવુ હોય તો પૈસા રાખજો તૈયાર, સરકાર આપી રહિ છે તક”

Leave a Comment