Rajasthan Govt Job: 2 થી વધુ બાળકો હશે તો નહિ મળે સરકારી નોકરી, રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય

अपने दोस्तों के साथ शेयर करें

Rajasthan Govt Job: દરેક લોકોનુ ભણી ગણી સરકારી નોકરી મેળવવાનુ સપનુ હોય છે. પરંતુ રાજસ્થાન થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર જાણી લેજો નહીં તો ગમે તેટલાં હોશિયાર હશો તો પણ હાથમાંથી જશે સરકારી નોકરી. રાજસ્થાન સરકારના નિયમ પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. હવે જો તમારે બે કરતા વધારે બાળકો હશે તો તમે સરકારી નોકરી મેળવવાના હકદાર નહી રહો. ચાલો જાણીએ આખો કેસ શું હતો અને કોર્ટે શું ચુકાદો આપ્યો.

Rajasthan Govt Job

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન સરકારનો એક નિયમ હાલ ભારે ચર્ચામાં આવી રહ્યો છે. રાજસ્થાન સરકારે એક નિયમ બનાવ્યો હતો કે જો તમારે 2 કરતા વધુ બાળકો હશે તો સરકારી નોકરી માટે તમે એપ્લાય નહિ કરી શકો. રાજસ્થાન સરકારના આ નિર્ણય ને સુપ્રીમ કોર્ટ મા પડકારવામા આવ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે પણ આ નિયમને લીલી ઝંડી આપી દિધી છે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય અને તમારે બેથી વધુ બાળકો હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારના નિયમને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ, નવી BPL યાદિ

લાગૂ થશે ટુ ચાઈલ્ડ પોલીસી

સરકારી નોકરી અંગે રાજસ્થાન સરકારના આ વિવાદાસ્પદ નિયમ બાબત લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પંચાયત ચૂંટણી બાબતે આવો નિયમ પહેલાથી જ લાગુ કરી દેવાયેલો છે. જે લોકો બે કરતાં વધુ બાળકો ધરાવતા હોય તેઓ ચૂંટણી લડી શકતા નથી. આ ટુ ચાઈલ્ડ પોલિસી હવે સરકારી કર્મચારીઓ માટે પણ લાગુ કરવામા આવશે. પંચાયત ચૂંટણી લડવા માટે આ ટુ ચાઈલ્ડ પોલીસી નીતિ રાજસ્થાનમાં 21 વર્ષ પહેલા લાગુ કરવામાં આવી છે. હવે આ નિયમ સરકારી નોકરીઓમાં પસંદગી માટે પણ લાગુ કરવામા આવશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને જો તેમના બેથી વધુ બાળકો છે તો તેમના માટે આ એક મોટા ન્યુઝ ગણી શકાય.

રાજસ્થાન વિવિધ સેવાઓ (સુધારા) નિયમો, 2001

રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારા) નિયમો, 2001 હેઠળ એવી જોગવાઈ કરવામા આવી છે કે 1 જૂન, 2002 અથવા તેના પછી બેથી વધુ બાળકો ધરાવતા હોય તેવા લોકોને સરકારી નોકરી નહીં મળે. તેમને સરકારી નોકરી માટે લાયક ગણવામાં આવશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા આ નિયમ વિરુધ્ધ અપીલ દાખલ કરવામા આવી હતી જેને જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે ફગાવી દીધી છે. પૂર્વ સૈનિક રામ લાલ જાટ વર્ષ 2017માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ 25 મે 2018ના રોજ તેણે રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટે અરજી કરી. જો કે, રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટની અરજી રીજેકટ કરવામા આવી હતી.

આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

પૂર્વ સૈનિક રામ લાલ જાટ બે કરતાં વધુ બાળકો ધરાવે છે. આથી સરકારી નોકરી માટેની તેમની ઉમેદવારી રીજેકટ કરવામા આવી હતી. પૂર્વ સૈનિક રામ લાલ જાટે આ બાબતે સરકારના આ નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં આ અંગે પોતાનો ચુકાદો આપતી વખતે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે દખલગીરી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Rajasthan Govt Job
Rajasthan Govt Job

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment