Railway Retiring Room: લોકો મુસાફરી કરવા માટે ભારતીય રેલવે વધુ પસંદ કરતા હોય છે. ખાસ કરીને લાંબી મુસાફરી માટે ટ્રેન વધુ પસંદ કરે છે. ટ્રેન મા મુસાફરી માટે ઘણી વખત એવુ બનતુ હોય છે કે ટ્રેન ઘણી મોડી હોય છે અથવા તમારી ટ્રેન મોડી પડવાને લીધે બીજી ટ્રેન છુટી ગઇ હોય છે. આવા સંજોગોમા લોકો આરામ કરવા માટે રેલવે સ્ટેશન ની નજીક મોંઘા ભાવે હોટેલ મા રૂમ રાખવો પડતો હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ટ્રેન છૂટી જવાના કિસ્સામા ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે Railway Retiring Room ની વિશેષ સુવિધા આપી રહ્યુ છે. ચાલો જાણીએ આ રૂમની સુવિધા કેવી રીતે મળશે અને કેવી રીતે બુકીંગ કરાવવુ ?
Table of Contents
Railway Retiring Room
ઘણી વખત હવામાનમાં ધુમ્મસ હોવાના કારણે સૌથી વધારે અસર વાહન વ્યવહાર પર પડતી હોય છે. વિઝીબિલીટી ઘટી જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઇ જતો હોય છે. આ કારણોસર શિયાળામાં હવામાનમાં ધુમ્મસને કારણે અથવા ભારે વરસાદ ને કારણે ઘણી ટ્રેનો મોડી પડતી હોય છે અથવા રદ થતી હોય છે. જ્યારે ટ્રેન મોડી પડે છે, ત્યારે મુસાફરો એ ઠંડીમાં ઠૂંઠવાતા ટ્રેન પ્લેટફોર્મ પર આવવાની રાહ જોવી પડતી હોય છે. પરંતુ રેલવે દ્વારા મુસાફરોની આ સમસ્યા માટે એક વિશેષ સુવિધા આપવામા આવી રહી છે.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ
રેલવે તરફથી આપવામ આવતી મુસાફરો માટેની આ વિશેષ સુવિધા નો ઉપયોગ કરી તમે ઓછા ભાડામા સારી સુવિધા ધરાવતા રૂમ મા આરામ કરી શકો છો. ખરાબ હવામાનને કારણે ટ્રેન મોડી પડે ત્યારે રેલવે મુસાફરોને મોંઘીદાટ હોટલ્સ જેવા રૂમની સુવિધા પૂરી પાડવામા આવી રહી છે.
IRCTC ની વિશેષ સુવિધા
શિયાળામાં ધુમ્મસ હોવાના કારણે લેટ થનારી ટ્રેનની રાહ જોતા સમયે પ્લેટફોર્મ પર બેસી રહેવાને બદલે ટોકન ભાવમા ભારતીય રેલવેના રીટાયરિંગ રૂમની સુવિધા નો લાભ લઇ શકો છો. રેલવે તરફથી પુરા પાડવામા આવતા આ રૂમમા લક્ઝરી હોટલ્સ જેવી સારી સુવિધાઓ આપવામા આવી રહી છે. રેલવે ની આ સુવિધા મેળવવા માટે તમારી પાસે મુસાફરીની કન્ફર્મ અથવા RAC ટીકીટ હોવી જોઇએ.
આરામ કરવા માટેના આ રીટાયરિંગ રૂમ રેલ્વે સ્ટેશન પર જ ઉપલબ્ધ હોય છે. જેમાં સિંગલ બેડ, ડબલ બેડ અને ડોરમેટ્રી ટાઇપમાં રૂમ ઉપલબ્ધ હોય છે. મુસાફરો એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ બુક કરાવી શકે છે. આ રૂમ્સને ટ્રેન મોડી પડવાના કિસ્સામા 1 થી 48 કલાક માટે બુકિંગ કરાવી શકાય છે. જેના માટે 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનું ભાડું નિયત કરવામા આવેલ હોય છે.
આ પણ વાંચો: Today Gold Price: સોના ના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિના લેટેસ્ટ ભાવ
Railway Retiring Room Booking Process
જો તમારી ટ્રેન મોડી હોય અથવા ટ્રેન છૂટી ગઇ હોય અને તમે રેલવે સ્ટેશન પર રીટાયરિંગ રૂમ બુક કરાવવા માંગતા હોય તો નીચે જણાવેલા સ્ટેપ્સ દ્વારા તમે ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો.
- રીટાયરીંગ રૂમ બુક કરાવવા માટે સૌથી પહેલા તમારે IRCTC ની સતાવાર વેબસાઈટ https://irctctourism.com/ પર જવાનુ રહેશે.
- આ વેબસાઇટ મા આપવામા આવેલ રિટાયરિંગ રૂમનો વિકલ્પ પસંદ કરો.
- તમારી જરૂરિયાત અનુસાર રૂમ ની કેટેગરી પસંદ કરો.
- બુકિંગ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ રૂમ ભાડાનુ ઓનલાઇન પેમેન્ટ કરવાનુ રહેશે.
- તમારું બુકિંગ કન્ફર્મ થતાં જ તમને રૂમ નંબર વિશે મેસેજ દ્વારા માહિતી મળી જશે.
કેન્સલેશન પ્રોસેસ
- રૂમ બુકીંગ કરાવ્યા બાદના 48 કલાક સુધી કેન્સલેશન રીકવેસ્ટ સ્વીકારવામાં આવે છે.
- 48 કલાક કે તેથી ઓછા સમયમાં કેન્સલેશન કરવાથી પેમેન્ટ કરેલ રૂમ ભાડાના 10 ટકા કપાત કરવામા આવે છે.
- પઝેશનના દિવસે કેન્સલેશન કરવાથી 50 ટકા રકમ કપાત કરવામા આવે છે.
- 100% કપાત: માત્ર રૂમ દ્વારા કેન્સલેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રૂમ બુકીંગ નિયમો અને શરતો
રેલવે ના રીટાયરીંગ રૂમ નુ બુકીંગ કરાવવા માટે નીચે મુજબના નિયમો હોય છે.
- આ રૂમ મા મુસાફરો બે દિવસથી વધારે સમય માટે રોકાઇ શકતા નથી.
- ટીકીટ કંફર્મ થયેલી હોય તો જ તમે આ સુવિધાનો લાભ લઇ શકો છો.
- રૂમ બુકીંગ ઓનલાઇન કરાવ્યા બાદ કેન્સલેશન પણ માત્ર ઓનલાઇન જ કરાવી શકસો. જ્યારે ઓફલાઇન બુકિંગ માટે પણ કરી શકાય છે.
- જો કોઇ ટ્રેન રદ્દ થશે તો મુસાફરોને કેન્સલેશન નિયમોનુસાર રીફંડ આપવામાં આવશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
2 thoughts on “Railway Retiring Room: 40 રૂ. મા રેલવે સ્ટેશન પર મળશે લકઝરીયસ રૂમની સુવિધા, આ રીતે કરાવો બુકીંગ”