PM Surya Ghar Scheme: પીએમ સૂર્યા ઘર યોજના: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકો માટે અઢળક યોજનાઓ ચલાવે છે. જેમાં ખેડૂતો માટે આર્થિક તેમજ સાધન સહાય, મહિલાઓ માટે ઘણી યોજનાઓ તથા વિદ્યાર્થીઓ માટે પણ ઘણી યોજના ચલાવે છે. ત્યારે દેશના લોકો માટે પોતાના ઘરમાં લાઇટ ચલાવવા માટે ઇલેક્ટ્રીક સિટી બોર્ડ દ્વારા લાઇટ આપે છે પરંતુ તેમનું બિલ ઘણા લોકોને ભરવું અઘરું લાગે છે.
ત્યારે પ્રધાન મંત્રી દ્વારા PM Surya Ghar Scheme અંતર્ગત લોકોને 300 યુનિટ વીજળી મફત મેળવવા માટે સોલાર પેનલ લગાવવામાં આવે છે. અને આ સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા લોકોને સબસિડીના ભાગરૂપે આ સોલાર પેનલ સસ્તા ભાવે આપે છે. ત્યારે આ સોલાર પેનલ લાગવતી વખતે ઘણી વખત સબસિડી કેવી રીતે મેળવવી ઘણા લોકો અજાણ હોય છે. તો આવો જોઈએ કઈ રીતે સિમ્પલ સ્ટેપ દ્વારા આ સબસિટી કેવી રીતે મેળવી શકાય તે જોઈએ.
આ પણ વાંચો: Interest Rate: બચત યોજના પર વ્યાજદર જાહેર, કઈ યોજના પર કેટલું મળશે વ્યાજ.
Table of Contents
PM Surya Ghar Scheme
સરકારે સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ Free વીજળી આપવા માટે પીએમ સૂર્યા ઘર મફત વીજળી યોજનાની સહૃયાત કરેલી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારને લાભ આપવામાં આવે છે. નવી સ્કીમ હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર લોકોને સબસિડી જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
આટલી સબસિડી મળશે.
પીએમ સૂર્યા ઘર યોજના અંતર્ગત 1 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30000 ની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 60000 ની સબસિડી આપવામાં આવશે. તેમજ 3 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 78000 ની સબસિડી આપવામાં આવશે. આવો જાણીએ કેવી રીતે આ યોજનામાં સ્સબસીડી મેળવી શકાય.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો
સબસિડી મેળવવા માટેની રીત
- સૌપ્રથમ આ યોજનામાં લાભ લેવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ https://pmsuryaghar.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે તમે સ્ટેટ એન્ડ ઇલેક્ટ્રીક સિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની સિલેક્ટ કરો. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યૂમર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ નોંધો.
- બીજા સ્ટેપમાં કન્ઝ્યૂમર નંબર અને મોબાઈલ નંબરની સાથે લૉગિન કરો. અને ફોર્મ અનુસાર રૂફટોપ સોલાર માટે એપ્લાઈ કરો.
- હવે જ્યારે તમને Feasibility Approval મળી જાય તો કોઈ પણ રજીસ્ટર વેન્ડરથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવો.
- ઇન્સ્ટોલલેશન પૂરું થયા બાદ પ્લાન્ટની ડીટેલ જમા કરો. અને નેટ મીટર માટે અરજી કરો.
- ત્યાર પછી મીટરના ઈન્સ્ટોલેશન અને DISKOM દ્વારા તપસ બાદ પોર્ટલથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરાવો.
- છેલ્લા સ્ટેપમાં જ્યારે તમને કમિશનિંગ રિપોર્ટ મળી જાય તો પોર્ટલના માધ્યમથી બેન્ક એકાઉન્ટ ડીટેલ અને એક કેન્સલ ચેક જમા કરાવો. ત્યાર બાદ તમને 30 દિવસમાં બેન્ક એકાઉન્ટની અંદર સબસિડી જમા થઈ જશે.
રજીસ્ટ્રેશન માટે
જો તમે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો તમે https://pmsuryaghar.gov.in/ ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. પોતાની સંપૂર્ણ જાણકારી માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના સિવાય તમે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો તમે નજીકના પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ
આટલા રૂપિયાનો ખર્ચો કરશે સરકાર
આ PM Surya Ghar Scheme અંતર્ગત સરકારે જાણકારી આપી છે કે 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. જેને પણ પોતાના ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવવું છે તેના માટે સરકાર આ પ્રોજેકટ હેઠળ કુલ 75021 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
રૂ.78000 સુધી
3 thoughts on “PM Surya Ghar Scheme: Free વીજળીની સ્કીમ પર સબસિડી કેવી રીતે મળે, જાણો માત્ર 6 સ્ટેપમાં”