Mobile Radiation: મોબાઇલ રેડીએશન: આપણે સૌ કોઇ સ્માર્ટફોન વાપરતા જ હોઇએ છીએ. ઘણા લોકો પાસે 2-2 સ્માર્ટફોન પણ હોય છે. આપણે આ સ્માર્ટફોન હંમેશા ખીસ્સા મા રાખતા હોઇએ છીએ. આપણે સૌ કોઇ જાણીએ છીએ કે દરેક સ્માર્ટફોન રેડીએશન ફેલાવે છે. આ મોબાઇલ રેડીએશન આપણા શરીરને નુકશાન કર્તા છે. જો નિયત માત્રા કરતા સ્માર્ટફોન વધુ રેડીએશન ફેલાવતો હોય તો તાત્કાલીક ફોન બદલવો જોઇએ.
Mobile Radiation
આપણે સૌ કોઇ સ્માર્ટફોન પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે હવે સ્થિતિ એવી છે કે સ્માર્ટફોન વગર રોજીંદા કામ મુશ્કેલ બની જાય છે. કારણ કે હવે મનોરંજન ઉપરાંત ધંધા વ્યવસાય અને રોજ બ રોજ ના કાર્યો માટે પણ સ્માર્ટફોન નો ઉપયોગ થાય છે. તમારે ફોન પર કોઈની સાથે વાત કરવી હોય, પેમેન્ટ કરવું હોય કે ઈન્ટરનેટ પર કંઈક સર્ચ કરવું હોય, આવા બધા કાર્યો માટે સ્માર્ટફોન ની જરૂર પડે છે. જેમ સ્માર્ટફોન ફાયદાકારક છે તે જ રીતે તેના કેટલાક નુકશાન પણ રહેલા છે. ફોનમાંથી રેડિયેશન નીકળે છે જે નિયત માત્રા કરતા વધુ હોય તો શરીરને નુકશાન પહોંચાડે છે.
આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો
દરેક Smartphone Radiation ફેલાવે છે. મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને રેડિયો ફ્રીક્વન્સી (RF) રેડિયેશન કહેવામા આવે છે. નવા ફોન ના બોકસ પર આ બધુ લખેલ હોય છે. પરંતુ આ બધુ વાંચવાની આપણે કોઇ તસ્દી લેતા નથી. પરંતુ લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોનના રિટેલ બોક્સ પર લખેલું હોય છે કે તમે જે ફોન ખરીદવા જઈ રહ્યા છો તે સ્માર્ટફોન કેટલુ રેડીએશન ફેલાવે છે. ?
Mobile SAR Value
Mobile Radiation કેવી રીતે માપવામાં આવે છે તેની માહિતી મેળવીશુ.
સ્માર્ટફોન માથી ઉત્સર્જિત થતુ રેડિયેશન SAR Value માપવામાં આવે છે, SAR એટલે ચોક્કસ શોષણ દર. સ્માર્ટફોન ના મોબાઇલ બોકસ પર તે ફોનનુ રેડીએશન માપવામા આવે છે. જો તમારી પાસે ફોન બોક્સ ન હોય અને તે બાબતે માહિતી ન હોય તો તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્દભવી શકે છે કે શું મોબાઈલ દ્વારા કેટલું રેડિયેશન ફેલાઈ રહ્યું છે તે જાણવું શક્ય નથી? સ્માર્ટફોન નુ રેડીએશન તમે જાણી શકો છો અને આ માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. આ માટે તમારે ફોનમાં માત્ર એક કોડ ડાયલ કરવો પડશે.
આ પણ વાંચો: Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક
સ્માર્ટફોન નુ રેડીએશન લેવલ એટલે કે SAR વેલ્યુ જાણવા માટે, સૌ પ્રથમ તમારા ફોનનુ ડાયલ પેડ ઓપન કરો. તેમા તમારે *#07# કોડ ડાયલ કરવો પડશે. આ કોડ દાખલ કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર એક પોપ-અપ જોવા મળશે. જેમાં ફોનનુ રેડીએશન લેવલ એટલે કે SAR વેલ્યુ શું છે તે જોવા મળશે.
Mobile Radiation Limit શું હોવી જોઈએ?
ભારતમાં SAR વેલ્યુ નિયત કરવામા આવેલ છે. નિશ્ચિત મર્યાદા અનુસાર, ફોનનું રેડિયેશન લેવલ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ (W/kg) કરતાં વધારે ન હોવું જોઈએ. જો તમારા ફોનની કિંમત આ મર્યાદાથી વધુ છે તો તેનો અર્થ એ છે કે તમારો ફોન વાપરવો હિતાવહ નથી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1.6 વોટ પ્રતિ કિલોગ્રામ (W/kg) થી વધુ ન હોવુ જોઇએ.
2 thoughts on “Mobile Radiation: તમારો ફોન કેટલુ રેડીએશન ફેલાવે છે, આ રીતે કરો ચેક”