Gujarat Water Falls: ભયંકર ગરમીમાં પણ ટાઢક આપતા ગુજરાતનાં આ 6 ધોધ, જ્યાં જતાં જ ઠંડીનો એહસાસ થશે.

अपने दोस्तों के साथ शेयर करें

Gujarat Water Falls: ગુજરાતના ધોધ: શિયાળાની ધીમે ધીમે વિદાઇ થઈ રહી છે અને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ગરમીની ઋતુ અનુભવવા લાગ્યા છીએ. ત્યારે આ ગરમીની ઋતુમાં લોકો રજાના દિવસોમાં ઠંડક મેળવવા નદી, ધોધ, દરિયા કિનારે ફરવા જતાં રહેતા હોય છે. જેથી ત્યાં કુદરતને મન ભરીને મણિ શકે તેમજ ઠંડકની રાહત લઈ શકે. ત્યારે આવાજ Gujarat Water Falls વિશેની માહિતી મેળવીશું કે ત્યાં જતાં જ ગરમીમાં પણ ટાઢક મળશે તેમજ પાછા ફરવાનું મન નહીં થાય.

Gujarat Water Falls

શિયાળાની વિદાય સાથે હવે ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વસંતમાં પણ આકરા તાપનો એહસાસ થાય છે. ત્યારે આવા સમયે ટાઢક આપે તેવા સાથલોની મુલાકાત લેવી વધુ ગમતી હોય છે. ગુજરાતમાં સુંદર અને રમણીય બીચ, અદ્ભુત હિલ સ્ટેશન સાથે સાથે ઠંડકનો એહસાસ કરાવતા અને મનને પ્રફુલિત કરતાં ધોધ પણ છે. જે આકરી ગરમીમાં ટાઢકનો એહસાસ કરાવશે. જાણો ગુજરાતના ધોધ વિશે.

આ પણ વાંચો: Gujarat Best Hill Station: ગુજરાતના આ હિલ સ્ટેશન આગળ સિમલા મસૂરી પાણી ભરે, કુદરતી વાતાવરણ સાથે દરિયો પણ જોવા મળે

ઝાંઝરી ધોધ

ઝાંઝરી ધોધ એ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનાં ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલું મહત્વનુ ધાર્મિક અને પ્રવશન સ્થળ છે. જે બાયડથી અંદાજિત 12 કિમી દૂર બાયડ – દહેગામ રોડની દક્ષિણ બાજુએ અંદાજે 7 કિમી દૂર આવેલું છે. આ સ્થળ વાત્રક નદીમાં પડતો ધોધ પ્રવાશીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સિવાય ગંગામાતાનું મંદિર આવેલું છે. જ્યાં ભૂતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્વારા થતો હતો. આ ધોધને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાશીઓ આવે છે. ધોધના નીચાણવારા ભાગમાં પથ્થરના ધોવાનોના કારણે પડેલી બખોલમાં પાણી ભરાઈ રહે છે.

હાથણી માતા ધોધ

હાથણીમાતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે. હાથણીમાતા ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે. હાલોલથી પાવાગઢ થઈને શિવરાજપૂર થઈને આ ધોધ તરફ જવાઈ છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિમી અને વડોદરાથી 80 કિમી દૂર છે. હાથણીમાતા ધોધ ખૂબ ઊંચી ખડકાળ ટેકરી વચ્ચે આવેલો છે. એમની એક નદીનું પાણી અને ટેકરીની ઊભી કરાડ પર થઈ ધોધ રૂપે નીચે પડે છે.

સામે ઊભા રહીને ટેકરીના વાંકચૂકા ખડકો પરથી ઊછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધ જે જગ્યા પર નીચે પડે છે ત્યાં પણ વાંકચૂંકા ખડકો અને સુંદર ઝરણાઓ પથરાયેલા છે તથા આજુબાજુ વૃક્ષ અને ગીચ ઝાડી છે. એટ્લે ત્યાં સુધી પહોચવું પણ અઘરું છે. આમ છતાં ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પહોચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગા એક ગુફા છે તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે.

આ પણ વાંચો: ગુજરાતી સમાજ લીસ્ટ: ભારતમા આવેલા ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર, વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ

ગિરા ધોધ

ગુજરાતના ધોધ એટ્લે કે ગિરધોધ ડાંગ જિલ્લાના બે અલગ સ્થળ તેમજ બે અલગ અલગ નદી પર આવેલા જળધોધ છે. ડાંગ જિલ્લાના પશ્ચિમભાગ પર આવેલી અંબિકા નદી પર વધઈ નજીક આવેલ ગિરધોધ આંબાપાડા ગામ પાસે આવેલો છે. વધઈ થી સાપુતારા જતાં માર્ગ પર વધઈ થી 4 કિમી અંતરે પશ્ચિમ દિશામાં દોઢ કિમી જાઓ તો આ ધોધ જોવા મળે છે. જ્યારે બીજો ડાંગ જિલ્લાના ઉતર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. આહવાથી નવાપુરા જતાં માર્ગ પર આવેલા સુબીરથી 4 કિમી દૂર શિંગળા ગામથી પશ્ચિમ દિશામાં 8 કિમીના અંતરે આ ધોધ જોવા મળે છે.

ઝરવાણી ધોધ

આ ઝરવાણી ધોધ નર્મદા જીલ્લામાં આવેલો છે. જે નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડીયા કોલોનીની બાજુ 28 કિમીના અંતરે છે. આ ધોધ ખૂબ જ નયનરમ્ય છે.

નિનાદ ધોધ

નિનાદ ધોધ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો છે. ડેડીયાપાડાથી અંદાજિત 35 કિમી અને સુરત અંદાજિત 143 કિમીના અંતરે આવેલો છે. અહી નજીકનું રેલ્વે સ્ટેશન ભરુચ છે. જે 125 કિમીના અંતરે છે. અને નજીકનું એરપોર્ટ સુરતનું છે. નિનાદધોધની ઊંચાઈ 30 ફૂટથી વધુ છે.

જમજીર ધોધ

ગુજરાતના ધોધમાં જમજીરનો ધોધ ગીર સોમનાથના જામવાડા નજીક આવેલો પ્રખ્યાત ધોધ છે. આ ધોધની મજા માણવા માટે લોકો દેશ વિદેશથી આવે છે. ખૂબ જ અદ્ભુત સૌંદર્ય ધરાવતા આ ધોધને જોવાની મજા કઈક અલગ જ છે. જો કે આ ધોધ નજીક જવામાં જોખમ પણ છે. લીલુછમ વાતાવરણ અને પહાડોને ચીરીને તેની વચ્ચે નીકળતી વરસાદી પાણીની ધરા ચેક ઊંચાઈએ થી નીચે પડતી હોય આવો કુદરતી નજારો માત્ર ગીરમાં જ જોવા મળે છે. આ જમજીરનો ધોધ એક પર્યટક સ્થળ છે. અહી રજાઓ ગાળવા લખો લોકો મુલાકાતે આવે છે. પરંતુ અહી નાહવાની મજા લેતા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. માટે અહી નજીક જવા પર પ્રતિબંધ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

अपने दोस्तों के साथ शेयर करें

5 thoughts on “Gujarat Water Falls: ભયંકર ગરમીમાં પણ ટાઢક આપતા ગુજરાતનાં આ 6 ધોધ, જ્યાં જતાં જ ઠંડીનો એહસાસ થશે.”

Leave a Comment