GSRTC Recruitment: ગુડ ન્યુઝ, વાહન વ્યવહાર વિભાગમા કરાશે 11000 કરતા વધુ ભરતી; મંત્રીશ્રી એ કરી જાહેરાત

अपने दोस्तों के साथ शेयर करें

GSRTC Recruitment: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નીગમ એટલે કે GSRTC એ જાહેર બસ સેવા પુરી પાડતી મોટી સંસ્થા છે. GSRTC નુ વિશાળ નેટવર્ક આખા રાજય મા વિસ્તરેલુ છે. એસ.ટી. વિભાગમા અવારનવાર મોટાપાયે ભરતી આવતી રહિ છે. એસ.ટી, વિભાગમા ભરતીઓની રાહ જોતા યુવાનો માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગમા 11000 કરતા વધુ જગ્યાઓ પર આ વર્ષે ભરતી કરવામા આવનાર છે.

GSRTC Recruitment

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમ વાહન વ્યવહાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી હાથ ધરવામા આવશે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈ નો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે આ એક સુવર્ણતક છે. ઉલ્લેખનીય છે કે એસ.ટી. વિભાગમા ડ્રાઇવર અને કંડકટરની અવારનવાર મોટા પાયે ભરતી કરવામા આવે છે.

ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરવામા કરાશે તેમ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી એ માહિતી આપી હતી.
રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતની અગત્યની પોસ્ટ પર 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવામા આવનાર છે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામા આવશે.

વધુમા હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી અને સારી સેવા આપવામાં વાપરવામાં આવનાર છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં કાયમ થી કાયમ વધારો થઈ રહ્યો છે. અને લોકો એસ.ટી. ની વધુ સારી સેવાઓનો ઉપયોગ કરતા થયા છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ જેટલા મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.

અગત્યની લીંક

એસ.ટી. ભરતી અંગે વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
GSRTC Recruitment
GSRTC Recruitment

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment