એસ.ટી. બસના નામ: GSRTC Bus Name: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે GSRTC ગુજરાતમાં જાહેર પરિવહ ક્ષેત્રે મોટુ એકમ છે. એસ.ટી. ની ચાલતી બસોનુ મેનેજમેન્ટ કરે છે આ જીએસઆરટીસી નું પૂરું નામ ‘Gujarat State Road Transport Corporation’ છે. એસ.ટી, નીગમ રાજયની માલિકીનું છે. GSRTC નું મુખ્ય મથક ગાંધીનગર આવેલું છે. GSRTC પાસે 10000 કરતાં પણ વધારે બસો છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એસ.ટી. બસના નામ કઇ રીતે આપવામા આવે છે ? ગુજરાત એસ.ટી, બસની ઉપર દ્વારકા, સાબર, પાવાગઢ આવા શબ્દો કેમ લખેલા હોય છે? તો ચાલો જાણીએ આવા નામ શા માટે લખેલા હોય છે ?
Table of Contents
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
GSRTC એટલે કે ગુજરાત એસ.ટી. રાજયમા દરરોજ લોકલ, એક્સપ્રેસ અને લક્ઝરી બસ ની સેવાઓ મુસાફરો ને પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા દિવ્યાંગ લોકો માટે એસ.ટી, બસમા ફ્રી મા મુસાફરી ની સુવિધાઓ આપવામા આવે છે. આ એસ.ટી, બસના મેનેજમેન્ટ માટે જિલ્લાવાઇઝ અને તાલુકાવાઇઝ ઘણા બધા ડેપો આવેલા હોય છે. આ GSRTC ની બસ માટે ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઓનલાઇન પુરી પાડે છે. તેમજ GSRTC ની એન્ડ્રોઇડ એપ્લિકેશન ઉપર પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.
આ પણ જુઓ: ચા પીવાના ફાયદા: ચા પીવાથી થાય છે અઢળક ફાયદા, કઇ ચા પીવાથી શું થશે ફાયદો
Luxury બસોની પણ સુવિધાઓ
GSRTC સારી Luxury અને વોલ્વો બસો ની સુવિધા પણ પુરી પાડે છે જેમાં વધારાની સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઓ પણ મુસાફરો ને આપવામા આવે છે. ટ્રાવેલિંગ કરતાં લોકોને સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે એસ.ટી. મી બસોનુ નિયમિત મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. GSRTC પાસે તેમની બસોની જાળવણી અને સમારકામની કામ કરવા માટે રાજ્યભરમાં ડેપો અને વર્કશોપનું ખૂબ જ મોટુ નેટવર્ક રહેલુ છે.
એસ.ટી. બસના નામ
આપણે બધાએ રસ્તા પર એસ.ટી. બસ તો જોઇ જ હશે. એસ.ટી. ની દરેક બસ પર સાબર. દ્વારકા. સોમનાથ આવા નામ લખેલા હોય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે બસ પર આવા નામ શા માટે લખેલા હોય છે ? ચાલો જાણીએ એસ.ટી. ની બસ પર આવા નામ લખવા પાછળ શું અર્થ હોય છે ?
આ બસોમાં ઉપર આપેલા નામ તે બસ કયા ઝોનની છે તેમા પર આધારીત હોય છે.
- આશ્રમ: ગુજરાત એસ.ટી. ની બસ પર “આશ્રમ” લખેલુ હોય તે બસ અમદાવાદ વિભાગની એસ.ટી. બસ હોય છે. એટલે કે જે બસ અમદાવાદ એસ.ટી. વિભાગની હોય તેના પર “આશ્રમ” નામ લખેલ જોવા મળે છે.
- સૂર્યનગરી: એસ.ટી, ની જે બસ પર “સૂર્યનગરી” લખેલ હોય તે સુરત એસ.ટી. વિભાગની બસ હોય છે. એટલે કે સુરત વિભાગની એસ.ટી. બસ પર “સૂર્યનગરી” નામ લખેલું હોય છે.
- વિશ્વામિત્રી: એસ.ટી, ની જે બસ પર “વિશ્વામિત્રી” લખેલ હોય તે વડોદરા એસ.ટી. વિભાગની બસ હોય છે.
- સાબર: એસ.ટી, ની જે બસ પર “સાબર” લખેલ હોય તે બસ હિમતનગર એસ.ટી. ડીવીઝન ની હોય છે. હિમ્મતનગરની એસ.ટી. બસ ની ઉપર અપણે “સાબર” નામ લખેલું જોવા મળે છે.
- બનાસ: એસ.ટી, ની જે બસ પર “બનાસ” લખેલ હોય તે બસ પાલનપુર એસ.ટી. ડીવીઝન ની હોય છે. એટલે કે પાલનપુર એસ.ટી. વિભાગની બસ ની ઉપર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
- સૌરાષ્ટ્ર: એસ.ટી. ને એજે બસ પર “સૌરાષ્ટ્ર” લખેલુ હોય તે બધી બસ રાજકોટ ડીવીઝન ની હોય છે.
- સોમનાથ: જુનાગઢ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “સોમનાથ” નામ લખેલું હોય છે.
- દ્વારકા: જામનગર વિભાગની એસ.ટી. બસ ની ઉપર “દ્વારકા” નામ લખેલું હોય છે.
- ગિર: અમરેલી ડીવીઝન ની એસ.ટી. બસ ની ઉપર “ગિર” નામ લખેલું હોય છે.
- નર્મદા: ભરુચ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “નર્મદા” નામ લખેલું હોય છે.
- શેત્રુંજય: ભાવનગર વિભાગની એસ.ટી. બસ ની ઉપર “શેત્રુંજય” નામ લખેલ હોય છે.
- કચ્છ: ભૂજ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
- પાવાગઢ: ગોધરા એસ.ટી. ડીવીઝન ની એસ.ટી. બસ ની ઉપર “પાવાગઢ” નામ લખેલું હોય છે.
- મોઢેરા: મહેસાણા વિભાગની એસ.ટી. બસ ની ઉપર “મોઢેરા” નામ લખેલું હોય છે.
- અમુલ: નડિયાદ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “અમુલ” નામ લખેલું હોય છે.
- દમણ ગંગા: વલસાડ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “દમણ ગંગા” નામ લખેલું હોય છે.
આવી રીતે GSRTC ના વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના પર બસની આગળ કાચ ઉપર નામ લખેલું હોય તેના પરથી નક્કી કરી શકાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
https://gsrtc.in/site/
ગાંધીનગર
1 thought on “એસ.ટી. બસના નામ: GSRTC બસ માં બનાસ, ગિર, સૌરાષ્ટ્ર આવા શબ્દો શા માટે લખેલા હોય છે, જાણવા જેવી માહિતી”