ચૂંટણીકાર્ડમાં સુધારો: Election correction: ભારતના દરેક 18 વર્ષથી લઈને તમામ લોકોને વોટર ID કાર્ડ આપવામાં આવે છે. દર વર્ષે 18 વર્ષની ઉમર પૂર્ણ થતાં અને લગ્ન કરીને બહાર જતાં લોકો માટે નવા ચૂંટણીકાર્ડ અને જૂના ચૂંટનીકાર્ડમાં સરનામા સુધારો કરવા માટે લોકોને નજીકના BLO ની જરૂરિયાત પડે છે. પણ આ BLO દ્વારા ફોર્મ ભરીને નજીકની ઓફિસમાં જમા કરાવે છે અને ત્યાર બાદ ચૂંટણીકાર્ડમાં સુધારો થાય છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં ચૂંટણી પાંચ દ્વારા વર્ષ 2022 થી લોકો પોતાના મોબાઇલથી જાતે આ કામગીરી કરી શકે તેમાં માટે એક પહેલ શરૂ કરી છે. આવો જોઈએ કેવી રીતે જાતે ચૂંટણીકાર્ડમાં સુધારો કરી શકાય.
ચૂંટણીકાર્ડમાં સુધારો
ભારતીય ચૂંટણીપંચે 1 ફેબ્રુઆરી 2022 થી ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઈ શકે તેમજ ચૂંટણીકાર્ડમાં સુધારો કરી શકે તે માટે e-EPIC નામની નવી સુવિધા દાખલ કરવામાં આવી છે. આ સુવિધાથી તમારો ચૂંટણીકાર્ડ નંબર દાખલ કરીને નવું ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકો છો જે તમને એક કલરફૂલ ચૂંટણીકાર્ડ મળશે તથા તેમાં આ ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાનો સુધારો પણ કરી શકો છો.
આ પણ વાંચો: PM Surya Ghar Scheme: Free વીજળીની સ્કીમ પર સબસિડી કેવી રીતે મળે, જાણો માત્ર 6 સ્ટેપમાં
આગામી લોકસભાની ચૂંટણી યોજવવાની છે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર ID કાર્ડ સૌથી જરૂરી છે. એવામાં જો તમારે વોટર ID કાર્ડમાં એડ્રેસ ખોટું છે અથવા તમારા લગ્ન થયા છે અને કન્યાને એડ્રેસ બદલવાનું છે તો તમારે મતદાન કરવામાં મુશ્કેલી આવી શકે છે. અને જો તમે વોટર ID કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા માંગો છો તો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. જો તમારી સાચી અરજી જણાશે તો મતદાર યાદીમાં સરનામું અપડેટ કરવામાં આવશે.
સરનામું બદલવાના સ્ટેપ
ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.
- સૌપ્રથમ રાષ્ટ્રીય મતદાતા પોર્ટલ (NVSP) https://www.nvsp.in/ પર લૉગિન કરવાનું રહેશે. પછી તમે વેબસાઇટના હોમપેજ પર દેખાનાર ‘Correction of entries in electoral roll’ સેક્શન પર ક્લિક કરો.
- ત્યાર પછી ફોર્મ નંબર 8 પર ક્લિક કરવાનું રહેશે. જે તમને નવા ટેબમાં લઈ જશે અને અહી તમે જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે. તેમજ અહી ફક્ત SELF ઓપ્શનને પસંદ કરીને Submit પર ક્લિક કરો.
- અહિયાં તમારે Shifting of Residence વિકલ્પને પસંદ કરવાનું રહેશે. અને તમારે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે કે તમારું સરનામું વિધાનસભા ક્ષેત્રમાં બદલી રહ્યા છો અથવા બહાર. ત્યાર પછી OK પર ક્લિક કરો.
- હવે તમારે તમામ રાજ્ય, જિલ્લા, વિધાનસભા ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રની જાણકારી ભરીને NEXT વિકલ્પ પર ક્લિક કરો.
આ પણ વાંચો: GSRTC Bus location: એસ.ટી. ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન; ઓનલાઇન ટીકીટ બુકીંગ
- ત્યારબાદ તમારો આધારકાર્ડ, ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરીને NEXT પર ક્લિક કરો.
- હવે તમારું નવું સરનામું દાખલ કરો અને તેને મતદાર ID કાર્ડમાં અપડેટ કરવા માટે સહાયક ડૉક્યુમેન્ટ પર ક્લિક કરો. ડૉક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ NEXT પર ક્લિક કરો. અને પછી કેપચા એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા કરવામાં આવેલી અરજીને વેરિફાઇ કરવામાં આવશે. તપાસમાં તમારી અરજી સાચી જણાશે તો તમારા વોટર ID માં નવું સરનામું અપડેટ કરી દેવામાં આવશે.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
2 thoughts on “ચૂંટણીકાર્ડમાં સુધારો: હવે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ સુધારો જાતે, ફોલો કરો આ સ્ટેપ”