Dwarka Signature Bridge: ઓખા થી બેટ દ્વારકા સીગ્નેચર બ્રીજ તૈયાર, જુઓ અદભુત નઝારો વિડીયો મા

अपने दोस्तों के साथ शेयर करें

Dwarka Signature Bridge: ઓખા બેટ દ્વારકા બ્રીજ; સીગ્નેચર બ્રીજ દ્વારકા: દ્વારકા ફરવા જતા સૌ કોઇ લોકો બેટ દ્વારકા તો જતા જ હોય છે. પરંતુ ઓખાથી બેટ દ્વારકા સુધી જવા માટે દરિયામા બોટ મા જ જવુ પડતુ હતુ. ઓખા દ્વારકા થી 30 કીમી જેટલુ દુર આવેલુ છે. અને ઓખાથી બેટ દ્વારકા સુધી હોડી ની સફર મા 1 કલાક જેટલો સમય લાગતો હતો. પરંતુ ઓખા ને બેટ દ્વારકા ને જોડતો અદભુત સિગ્નેચર બ્રીજ જે દરિયામા બનાવવામા આવ્યો છે. તે તૈયાર થઇ ગયો છે. આ Dwarka Signature Bridge ની કેટલીક ઈમેજ અને વિડીયો સામે આવ્યા છે.

Dwarka Signature Bridge

દેવભૂમિ દ્વારકા જિલ્લામા આવેલો ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ બનીને સંપૂર્ણપણે બનીને તૈયાર થઇ ગયો છે. 900 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલો આ બ્રિજ બનતા અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર પુલ બનતા હવે લોકો વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. વર્ષ 2016 માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બ્રિજ નુ કામ મંજુર કર્યુ હતુ. બ્રિજનો શિલાન્યાસ 7 ઓક્ટોબર 2017ના રોજ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદિ દ્વારા કરવામા આવ્યો હતો.

દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. બ્રિજની લંબાઈ 2320 મીટર જેટલી છે, જેમા 900 મીટરનો કેબલ સ્ટેયડ છે. ત્યારે આ તૈયાર થયેલા બ્રિજની નયનરમ્ય ઇમેજીસ અને વિડીયો સામે આવ્યા છે.

દેશના આ સૌથી મોટા બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર જેટલી છે જેમા મુખ્ય બે પિલર ની ઉંચાઈ 130 મીટર જેટલી છે.

આ પણ વાંચો: Suryoday Yojana: હવે ઘર પર મફતમા લાગશે સોલાર પેનલ, લાઇટબીલ આવશે ઝીરો; વર્ષે 12 થી 15 હજારની આવક

બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર કોતરણી કરીને 20 બાય 12 ના 4 મોરપીછનું ચિત્રકામ પણ કરવામાં આવ્યુ છે.

સીગ્નેચર બ્રીજ દ્વારકા

બેટ દ્વારકા ના આ બ્રીજ ની પહોળાઈ 27.20 મીટર જેટલી રાખવામા આવી છે. એટલે કે ફોર લેન રોડ ચાર માર્ગીય તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બંને તરફ 2.50 મીટર પહોળો ફુટપાથ પણ રાખવામાં આવ્યો છે.

બ્રીજ પર રાખવામા આવેલી ફુટપાથ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરવામા આવશે. જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટલાઈટ ની જરૂરીયાત પુરી પાડવામાં આવે છે

આ આખો બ્રિજ મા 44 પીલરો તૈયાર કરવામાં આવેલ છે. જેને તૈયાર કરતા અંદાજીત ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે.

આ બ્રિજ બનાવવામાં કુલ 150,000 કુબીક મીટર કોન્ક્રીટ અને 26500 ટન જેટલા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. આ બ્રિજ અવરજવર માટે ખુલ્લો મુકાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. અને ઓખા થી બેટ દ્વારકા જવા માટે સમય મા બચત થશે. સિગ્નેચર બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્રારકા અવર-જવર કરી શકશે.

બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યુ ગેલેરી રાખવામાં આવી છે.

આ સિગ્નેચ્ર બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગ્મેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગ્મેન્ટ મેઈન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે.

અગત્યની લીંક

દ્વારકા સીગ્નેચર બ્રીજ વિડીયોઅહિંંકલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સીગ્નેચર બ્રીજ કયા આવેલો છે ?

ઓખા થી બેટ દ્વારકા સુધી

સીગ્નેચર બ્રીજ ની લંબાઇ કેટલી છે ?

બ્રીજની લંબાઇ 2300 મીટર જેટલી છે.


अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now