Dollar VS Rupees: ડોલર સામે રૂપિયો: આપણે દરરોજ સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે રૂપિયાનો ભાવ ડોલર સામે ઉપર આવ્યો છે અથવા તો નીચે ગયો છે. દરેક દેશના પૈસા સામે અલગ અલગ રૂપિયાની કિંમત નક્કી થાય છે. ત્યારે ડોલર સામે રૂપિયો કેટલો ઊચો થાય ઓચે જેને લઈને જે દેશમાં ડોલર ચાલતા હોય તે 1 ડોલરની સામે કેટલા રૂપિયા બરાબર થાય તેવું ગણિત લાગવ્તા હોઈએ છીએ. ત્યારે હાલમાં જ Dollar VS Rupees ની કિમતમાં ફેરફાર થયો છે ત્યારે આ કેવી રીતે નક્કી થાય છે તે જોઈએ.
Table of Contents
Dollar VS Rupees
તમે વારંવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે ડોલર સામે રૂપિયો ગગડ્યો. દ્લરની સામે રૂપિયો નીચી સપાટીએ, 1 ડોલર સામે 80 રૂપિયા વગેરે. તો તમને એમ થતું હશે કે આખરે ડોલર સામે આ રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી કરે છે કે રૂપિયો નીચે ગગડી રહ્યો છે? કેમ રૂપિયાનો ભાવ ડોલરના ભાવ જેટલો નથી? તો તમારા આ બધા જ સવાલોના જવાબ અમે તમને આ આર્ટીકલ આપવાનો પ્રયત્ન કરશું.
આ પણ વાંચો: Sim card Rule Change: સીમકાર્ડ બાબતે TRAI એ કર્યો મોટો ફેરફાર, 1 જુલાઇથી આખા દેશમાં થશે લાગુ
પહેલા આટલી કિંમત નહોતી
સૌથી પહેલા જાણી લો કે 1 ડોલર સામે રૂપિયાની આટલી કિંમત પહેલેથી નથી. એક સમય એવો પણ હતો જ્યારે 1 ડોલર બરાબર 3.3 રૂપિયા હતા. જો કે આ વાત થઈ 1947 ની, પરંતુ 1985 માં 1 ડોલર VS રૂપિયા ની કિંમત 12.38 રૂપિયાની સપાટીએ પહોચી હતી. જે 1995 માં 34.42 એ પહોચ્યો અને પછી ગગડતો જ રહ્યો.
કોણ કિંમત નક્કી કરે છે
હવે આપણે આપના પ્રશ્નોનાં જવાબ જોઈએ કે આખરે રૂપિયાની કિંમત ડોલર સામે કોણ નક્કી કરે છે? આ પ્રશ્નો સીધો અને સરળ છે. કે આ કિંમત કોઈ વ્યક્તિ નક્કી નથી કરતી. પરંતુ માર્કેટમાં થતી ચળ- ઉતર, દેશનું વિદેશી નાણાં ભંડોળ, દેશની અર્થવ્યવસ્થા સહિતના મુદાઓની અસર રૂપિયાના ભાવ પર પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો રૂપિયાની કિંમત તેના ખરીદ વેચાણ પર આધાર રાખે છે એટ્લે કે જો રૂપિયાની માંગ વધારે હોય છે તો ડોલરની સરખામણીએ તેની કિંમત પણ વધારે હશે. પરંતુ રૂપિયાની માંગ જો ઓછી હશે તો ડોલરની સરખામણીએ તેની કિંમત ઓછી રહેશે.
આ પણ વાંચો: GSRTC Bus location: એસ.ટી. ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન; ઓનલાઇન ટીકીટ બુકીંગ
આ રીતે નક્કી થાય છે કિંમત
જો તમે વિદેશમાં ફરવા જાઓ છો તો તમારે રૂપિયા ને ત્યાની કરન્સી બદલવો પડે છે. એવી જ રીતે જો કોઈ ભારતીય કંપની બીજા દેશમાં ધંધો શરૂ કરે છે તો તેમણે ત્યાં ડોલરમાં કામ કરવું પડશે. એટ્લે તેમને રૂપિયા બદલીને ડોલર લેવા પડશે. જો કોઈ કંપની ભારતમાં ધંધો કરવા આવે છે તો તેમણે અહી બધુ ઇન્વેસ્ટમેંટ, કર્મચારીનો પગાર રૂપિયામાં કરવો પડશે. એટ્લે તેમને ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરવા પડશે. આ રીતે ડોલર કે અન્ય કરન્સી રૂપિયા સાથે લેવડ – દેવડ કેટલા પ્રમાણમાં થાય છે. કેટલા ડોલર સામે કેટલા રૂપિયા કન્વર્ટ થાય છે. તે રૂપિયાની ડોલર સામે કિંમત પર અસર કરે છે.
રિઝર્વ બેન્કની પ્રક્રિયા
આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે બેન્ક પોતાની પાસે વિદેશી નાણાં ભંડોળ રાખે છે, જેથી તેઓ કોઈને પણ કરન્સી બદલી આપે છે. પરંતુ બેન્ક કેટલું વિદેશી નાણું રાખશે તે રિઝર્વ બેન્ક નક્કી કરે છે. જેથી અર્થવ્યવસ્થા પર અસર ન પડે. એકંદરે કહીએ તો વિદેશથી થતી વસ્તુની આયાત, વિદેશ ફરવા જતાં ભારતીયો, કે વિદેશમાં ભારતીય વસ્તુની માંગની સીધી અસર ડોલર સામે રૂપિયા પર પડે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
4 thoughts on “Dollar VS Rupees: ડોલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, જાણો આખી ગણતરી”