ચા પીવાના ફાયદા: ચા પીવાથી થાય છે અઢળક ફાયદા, કઇ ચા પીવાથી શું થશે ફાયદો

अपने दोस्तों के साथ शेयर करें

ચા પીવાના ફાયદા: ચા ના પ્રકાર Types of tea: આપણે સૌ કોઇ ચા તો પીતા જ હોઇએ છીએ. સવારે ઉઠતા વેંત જ ચા વગર સવાર થતી નથી. ચા પીવાથી થતા ગેરફાયદા કે નુકશાન તો તમે સાંભળ્યા હશે અને ચા ન પીવી જોઇએ અથવા ઓછી પીવી જોઇએ તેવુ પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે પરંતુ ચા પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. ચાલો આજે જાણીએ ચા પીવાથી શું ફાયદો થાય છે.

ચા મા કયા તત્વો હોય છે ?

આપણે જે ચા પીઇએ છીએ તેમા ઘણા તત્વો રહેલા હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. બ્લેક ટી હોય અથવા ગ્રીન ટી અથવા તો કોઇ બીજા ફ્લેવરની ચા હોય, તમામ પ્રકારની ચામાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી કેટેચિન્સ અને પોલીફેનોલ્સ જેવા તત્વો રહેલા હોય છે જે આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. ગ્રીન ટી પીવાથી તે મૂત્રાશય, બ્રેસ્ટ, ફેફસાં, પેટ, સ્વાદુપિંડ જેવા શરીરના વિવિધ અંગો માટે એન્ટી ઑક્સીડેન્ટનું કામ કરે છે અને તેમા રહેલુ કોલોરેક્ટલ તત્વ કેન્સરના વિકાસને અટકાવવામાં ફાયદો કરે છે.

ચા મા રહેલા વિવિધ તત્વો ને લીધે તે ધમનીઓના ક્લોગ્ગિંગને અટકાવે છે, શરીરની ચરબી ઘટાડે છે, તણાવ ઓછો કરે છે, અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગ જેવી મસ્તિષ્ક સંબંધી બીમારીઓના જોખમને ઘટાડે છે, સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે દર મહિને રૂ. 1250 ની સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2024 ડાઉનલોડ કરો

ગરમા ગરમ ચા પીવી હર કોઇને પસંદ હોય છે. સવારની ચા, ઑફિસમાં કામના તણાવ વચ્ચેની ચા માણસને સુસ્તી દુર કરી તાજા કરી દે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચા પીવાના ફાયદા ઘણા છે. તેમજ બીજી તરફ જો નિયત માત્રા કરતા વધુ ચા પીવામા આવે તો તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

ચા પીવાના ફાયદા

આમ તો ચા પીવા ના નુકશાન તમે ઘણા સાંભળ્યા હશે પરંતુ ચા પીવાથી શરીરને નીચે મુજબ ફાયદા પણ થાય છે. જે ઓછા લોકો જાણતા હશે.

 • ચા માં કૈફીન અને ટૈનિન નામના તત્વો રહેલા હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે.
 • ચા માં એમીનો એસિડ માનુ તત્વ હોય છે. જે મગજને વધારે સતેજ અને શાંત બનાવે છે.
 • ચામાં એંટીજેન તત્વો હોય છે જે શરીરને એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
 • તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ તત્વો ઈમ્યૂન સિસ્ટમ ને યોગ્ય રીતે કાર્યરત રાખે છે અને તેનાથી ઘણા રોગોથી શરીરને બચાવી શકાય છે.
 • ચા વૃદ્ધાવસ્થાની ગતિને ઓછી કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
 • ચામાં રહેલ ફ્લોરાઈડ આપણા હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીટાણુ થવાથી પણ રોકે છે.
 • આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને હાર્ટના રોગોમાં ફાયદાકારક ગણવામા આવે છે.
 • ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો રહેલા હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વગેરે સહેલાઈથી બહાર નીકળી શકે છે. ઉપરાંત આ તત્વો હૃદયની ધમનીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચે છે અને તેને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદો કરે છે.

આ પણ વાંચો: Sovereign Gold Bond: સસ્તામા સોનુ ખરીદવુ હોય તો પૈસા રાખજો તૈયાર, સરકાર આપી રહિ છે તક

ચા પીવાથી થતા નુકશાન

જો નિયત માત્રા કરતા વધુ ચા પીવામા આવે તો તેનાથી શરીરને ઘણા ગેરફાયદા પણ થાય છે. જે નીચે મુજબ છે.

 • દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવામા આવે તો ગેસ અને એસિડીટી જીવે તકલીફો થઇ શકે છે.
 • ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધે છે અને ચા વારંવાર પીવાની ટેવ લાગી શકે છે.
 • વધારે ચા પીવાથી હાર્ટના રોગ, ડાયાબીટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
 • વધુ પડતી ચા પીવાથી પાચન ક્રિયા નબળી પડી શકે છે.
 • વધુ ચા પીવાથી દાંત પણ ખરાબ થઇ શકે છે.

ચા ના પ્રકાર Types of tea

આમ તો ચા એટલે ચા. જે આપણે રોજ પીતા હોઇએ છીએ. પરંતુ ચા ઘણા પ્રકારની મળે છે. ચા ના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.

 • વ્હાઇટ ચા
 • યલો ટી
 • બ્લેક ટી
 • બ્લુ ટી
 • લાલ ચા
 • કાશ્મીરી ગુલાબી ચા
 • ઈરાની ચા
 • ઓલોંગ ચા

વિદેશી ચા ના પ્રકાર

વિદેશી ચા પણ ઘણા રેસ્ટોરન્ટ મા મળતી હોય છે. જેના પ્રકાર નીચે મુજબ છે.

 • ઈરાની ટી
 • ચાઇનીઝ ગ્રીન ટી
 • જાપાનીઝ ગ્રીન ટી
 • ઓલોંગ ચા

બ્લેક ટી પીવાના ફાયદા

બ્લેક ટી એટલે કે દૂધ વગરની કાળી ચા ઘણા પીતા હોય છે. તેનાથી નીચે મુજબના ફાયદા થાય છે.

 • બ્લેક ટી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
 • બ્લેક ટી મગજના રોગો માટે પણ ફાયદાકારક છે.
 • પાચનતંત્રમાં પણ ફાયદાકારક છે.
 • બ્લેક ટી થી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે અને સુગર કંટ્રોલમા રહે છે.
 • આનાથી વાળ અને ત્વચાના રોગમાં રાહત મળે છે.

ચા લોકો કંટાળો આવતો હોય ત્યારે મુડ ફ્રેશ માટે પણ પીતા હોય છે. એમા પણ કામ ધંધા મા કંટાળેલા હોય ત્યારે તાજી ચા ફ્રેશ કરી દે છે.

દૂધની ચા પીવાના ફાયદા

દૂધ માથી કેલ્શીયમ મળે છે. કેલ્શિયમ એક અગત્યનુ ખનિજ છે જે મજબૂત હાડકાં અને હાડપિંજર ને મજબૂત બનાવવા માટે જરૂરી છે. દૂધએ શોષિત થયેલા કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે જે હાડકાની મજબુતાઇમા વધારો કરે છે અને હાડકાંના ફ્રેક્ચર અને તૂટવાની સંભાવના ઘટી જાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
દિવસમા કેટલી ચા પીવી જોઇએ ?

દિવસમા 3 કપથી વધુ ચા ન પીવી જોઇએ.

ચા મા કયા તત્વો રહેલા હોય છે ?

ચા મા કેફીન અને ટેનીન જેવા તત્વો રહેલા હોય છે.


अपने दोस्तों के साथ शेयर करें
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Join Now

1 thought on “ચા પીવાના ફાયદા: ચા પીવાથી થાય છે અઢળક ફાયદા, કઇ ચા પીવાથી શું થશે ફાયદો”

Leave a Comment