અંબાલાલ ની આગાહિ: વરસાદની આગાહિ: હવામાન સમાચાર: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામા વરસાદ અને હવામાન બાબતે નવી આગાહિ કરી છે. અંબાલાલ પટેલની આ નવી આગાહિ ચિંતા ઉપજાવે તેવી છે. કારણ કે આ માર્ચ મહિનામા ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકે તેવી આગાહિ આપવામા આવી છે. માર્ચ મહિનામા ગુજરાતના હવામાન મા મોટો પલટો આવશે અને આ હવામાન નો પલટો લોકો માટે નુકશાનકારક સાબિત થશે. હાલ સમગ્ર ગુજરાત રાજયમા ઠંડી નો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને સાંજે સુસવાટાભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
અંબાલાલ ની આગાહિ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતુ કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવે તેવી શકયતા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમા વાતાવરણ મા પલટો આવશે. માર્ચ મહિનામા બની રહેલા જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ મા પલટો આવશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરી છે. સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન મા વધારો થશે. આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાઓ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડે તેવી શકયતા છે. સવાર સાંજ શિયાળા ની ઠંડી પડે છે, બપોરે ઉનાળાની ગરમી પડે છે આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું!
આ પણ વાંચો: Today Gold Price: સોના ના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિના લેટેસ્ટ ભાવ
માર્ચ મહિનામા ગુજરાતના હવામાન મા ભારે પલટો આવવાની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલે તોફાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે માર્ચ મહિનામા ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ થવાની આગાહી આપી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શકયતા રહેલી છે. ગુજરાતમાં 1 થી 5 માર્ચ ની વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. તો આ દિવસોમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ તથા સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ માવઠું પડે તેવી શકયતા રહેલી છે.
વરસાદની આગાહિ
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા જણાવ્યુ હતુ કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાશે જેને લીધે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ તથા સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જિલાઓ ના વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ દિવસોમાં પવનનું જોર પણ વધુ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચ સુધી હવામાન મા મોટા ફેરફાર થશે.
ઉનાળાની શરૂઆત ક્યારથી થશે અને ગરમી ક્યાર થી પડશે વિશે પણ અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, 20-21 માર્ચ થી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી પડવાની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધતી જશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતી રાખવા જણાવ્યુ હતુ અને તૈયાર થયેલો ખેતી નો પાક વહેલો સાચવી લેવા જણાવ્યુ હતુ. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |