7th Pay Commission: 7મુ પગાર પંચ કમિશન: સરકારી નોકરી કરતાં તમામ કર્મચારીઓને સરકાર દ્વારા લગભગ દર વર્ષે DA એટ્લે કે મોંઘવારીએ ભથ્થું આપવામાં આવે છે. જેની ટકાવારી વધતી રહે છે. ત્યારે હાલમાં જ કેન્દ્રિય કર્મચારીઓને સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે અને જે વધતાંની સાથે મોંઘવારી ભથ્થાનો દર 50 % સુધી પહોચી ગયો છે. ત્યારે આ 7th Pay Commission માં ક્યાં મહિનાથી 0 DA નું કેલ્ક્યુલેશન લાગુ કરશે. તેના વિશેની માહિતી મેળવીએ.
Table of Contents
7th Pay Commission
સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થા (DA) પર એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું 50% થઈ ચૂક્યું છે. આવામાં તેની ગણતરી બદલાશે. અને જુલાઇ 2024થી મળનારું મોંઘવારી ભથ્થું 0 (શૂન્ય) થી શરૂ થશે કે શું? આ અંગે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. આવું એટલા માટે ચર્ચાઇ રહ્યું છે કારણકે પહેલાના નિયમો મુજબ મોંઘવારી ભથ્થું જેવુ 50% પહોચે કે તેને શૂન્યથી ગણતરી કરવી પડે છે.
આ પણ વાંચો: Call History: શું તમે તમારી છેલ્લા 6 મહિનાની કોલ ડિટેલ મેળવવા માંગો છો? તો આ સ્ટેપ ફોલો કરો.
7મુ પગાર પંચ કમિશન
ઝી બિઝનેશ વેબસાઇટ ના એક રિપોર્ટ અનુસાર જુલાઇ 2024 માં મળનારું મોંઘવારી ભથ્થું શૂન્ય થી કેલ્ક્યુલેટ થશે. પરંતુ તેનો આંકડો જાન્યુયારીથી જૂન વચ્ચે AICPI ઈન્ડેક્ષના આધારે નક્કી થશે. જાન્યુઆરી AICPI ના આંકડા ફેબ્રુઆરીમાં રીલીઝ કરી દેવામાં આવ્યા હતા. જે મોંઘવારી ભથ્થામાં 1 % નો વધારો આવી ચૂક્યો છે. એટ્લે કે 51% થઈ ગયું છે. પરંતુ ફેબ્રુઆરીના AICPI ઈન્ડેક્ષના નંબર હજુ બહાર પડ્યા નથી. ત્યારે આવામાં પ્રશ્ન એ છે કે શું તેને શૂન્ય કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે?
શૂન્યથી ગણતરી શરૂ થશે
7મુ પગાર પંચ કમિશન અનુસાર વર્ષ 2024 માં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું ગણિત બદલવા જય રહ્યું છે. હકીકતમાં 1 જાન્યુઆરીથી કર્મચારીઓનું DA 50% થઈ ચૂક્યું છે. નિયમ અનુસાર 50% DA થયા બાદ તેને બેઝિક સેલેરીમાં મર્જ કરીને શૂન્યથી તેની ગણતરી શરૂ થશે. પરંતુ લેબર બ્યૂરો તરફથી હજુ સુધી તેના પર કોઈ સ્પષ્ટા કરી નથી. એટ્લે કે હજુ સુધી મોંઘવારી ભથ્થાની ગણતરી 50% થી આગળ ચાલશે. પરંતુ શૂન્ય ક્યારે કરાશે?
બેઝિકમાં મર્જ થશે.
સરકારે વર્ષ 2016 માં 7 મુ પગારપંચ લાગુ કરતી વખતે મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી દીધું હતું. નિયમ અનુસાર DA 50% સુધી પહોચે એટલે તેને શૂન્ય કરી દેવાશે અને 50% મુજબ જે પૈસા ભથ્થા તરીકે કર્મચારીને માલ્ટા હશે તેને બેઝિક પગાર એટ્લે કે લઘુતમ વેતનમાં જોડવામાં આવશે. ઉદા તરીકે કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18000 રૂપિયા છે તો તેને 50% DA ના 9000 રૂપિયા મળશે. પરંતુ 50% DA થતાં તેને બેઝિક પગારમાં જોડીને ફરીથી DA શૂન્ય કરી દેવાશે. તેનો અર્થ એ થયો કે બેઝિક પગારનું રિવિઝન થઈને 27000 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો: Dollar VS Rupees: ડોલર સામે રૂપિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, જાણો આખી ગણતરી
કેમ શૂન્ય થશે DA
જયરે નવું નાણાંપંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓને મળતા DA મૂળ વેતનમાં જોડી દેવામાં આવે છે. જાણકારોનું માનવું છે કે આમ તો નિયમ અનુસાર કર્મચારીઓને મળતા પૂરા DAને મૂળ વેતન સાથે જોડવું જોઈએ. પરનૃ આવું થઈ શકતું નથી. નાણાકીય પરિસ્થિતી આડે આવે છે. જો કે વર્ષ 2016 માં આવું કરવામાં આવ્યું હતું. તે પહેલા વર્ષ 2006 માં 6 પગારપંચ આવ્યું તો તે સમયે પાંચમા પગારપંચમાં ડિસેમ્બર સુધી 187 % DA મળતું હતું. પૂરેપૂરા DA ને મૂળપગારમાં મર્જ કરાયું હતું. આથી છઠ્ઠા પગારપંચનો ગુણાંક 1.87 હતો. ત્યાર નવા વેતન બેન્ડ અને નવા ગ્રેડ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેને આપવામાં 3 વર્ષ લાગ્યા હતા.
આ સમયે થશે 0 DA
એક્સપર્ટનું માનીએ તો જુલાઈમાં નવું DA કેલ્ક્યુલેટ થશે. કારણ કે સરકાર વર્ષમાં 2 વખત DA વધારે છે. જાન્યુઆરી માટે માર્ચમાં મંજૂરી આપી દેવાઈ છે. હવે આગામી રિવિઝન જુલાઇ 2024 માં થશે આવામાં મોંઘવારી ભથ્થું પણ ત્યારે મર્જ કરવામાં આવશે. અને શૂન્યથી ગણતરી કરવામાં આવશે. એટ્લે કે જાન્યુઆરી 2024 ના AICPI ના ઈન્ડેક્ષથી નક્કી થશે કે DA 3% કે 4% કેટલું વધશે. આ સ્થિતિ સ્પષ્ટ થતાં જ કર્મચારીઓના બેઝિક પગારમાં 50 % DA ને જોડી દેવાં આવશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
2 thoughts on “7th Pay Commission: સરકારી કર્મચારીને જાણો ક્યાં મહિનાથી શરૂ થશે 0 DA કેલ્ક્યુલેશન”